સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સારો વરસાદ પણ થયો છે.ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ પ્રમાણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. નોંધનીય છે કે આજે બપોરે 2 કલાક સુધીમાં રાજ્યના 37 તાલુકામાં વરસાદ થયો છે. 

હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ થશે. તેમણે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, રાજ્યમાં હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે અરેબિયન શીમાં અસર જોવા મળી રહી છે. 

અહીં થઈ શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે બપોરે 2 કલાક સુધી રાજ્યના 37 તાલુકામાં વરસાદ
16 જૂન એટલે કે ગુરૂવારે બપોરે 2 કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં થયો છે. નવસારીમાં ત્રણ ઈંજ જેટલો વરસાદ થયો છે. તો સુરતના કામરેજમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. આણંદના તારાપુરમાં 23 મીમી વરસાદ પડ્યો છે. એટલે કે આજે રાજ્યના 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news