મોડાસા: જીઆઇડીસીની બિસ્કિટ કંપનીમાં ભીષણ આગ, 100 કરોડથી વધુનું નકસાન

મોડાસા જીઆઇડીસીમાં આવેલી બિસ્કિટ બનાવતી કંપનીમાં ગત મોડી રાત્રે એકએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

મોડાસા: જીઆઇડીસીની બિસ્કિટ કંપનીમાં ભીષણ આગ, 100 કરોડથી વધુનું નકસાન

સમીર બલોચ, અરવલ્લી: મોડાસા જીઆઇડીસીમાં આવેલી બિસ્કિટ બનાવતી કંપનીમાં ગત મોડી રાત્રે એકએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ આગમાં ફેકટરી બળીને ખાખ થઇ જતા 100 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની જીઆઇડીસીમાં આવેલી બેકવેલ બિસ્કિટ કંપનીમાં ગત મોડી રાત્રીના સુમારે એકાએક અચાનક ભયાનક આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ બેકવેલ બિસ્કિટની આખી ફેકટરી આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ બેકવેલ બિસ્કિટ એ અરવલ્લી જિલ્લામાં આવેલી સૌથી મોટામાં મોટી ફેક્ટરી છે. આ ફેક્ટરીમાંથી બિસ્કિટ બનાવીને વિદેશમાં એક્સોપોર્ટ કરવામાં આવતા હતા.

આગ લાગ્યાનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઇટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતા. જ્યારે આગની તીવ્રતા જોઇને ઝોન મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગર, ઇડર અને બાયડના ફાયર ફાઇટરોની પણ મદદ દેવામાં આવી હતી. તો બીજી બાજુ ફેક્ટરીમાં આગમાં લગાવના કારણે 100 કરોડથી વધુના નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

મોડાસા નગર પાલિકા પાસેના ફાયર ફાઇટરો વર્ષો જુના હોવાને કારણે એક ફાયર ફાઇટર ખસા સમયે જ ખોટકાયું હતું. ત્યારે આટલા મોટા જિલ્લામાં માત્ર મોડાસા નગર પાલિકા પાસે જ ગણતરીના વર્ષો જુના બે ફાયર ફાઇટરો છે. ત્યારે સમયની સાથે આ ફાયર ફાઇટરો અપડેટ કરવાની જરુર હોય તેવું લાગી રહ્યું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ પણ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. સદનસીબે આગમાં કોઇપણ પ્રકારની જાનહાની થઇ નથી. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કરાઇ રહ્યા હતા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news