PAKના સીઝ ફાયર ભંગની આડમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓનો સુરક્ષાદળોએ કર્યો ખાતમો
જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનો ભંગ થઈ રહ્યો છે. આ ફાયરિંગની આડીમાં પાકિસ્તાન કાશ્મીરમાં પોતાના આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યું છે.
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનો ભંગ થઈ રહ્યો છે. આ ફાયરિંગની આડીમાં પાકિસ્તાન કાશ્મીરમાં પોતાના આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ સરહદ પર તહેનાત ભારતીય સુરક્ષા દળોએ બુધવારે બાંદીપોરાના ગુરેજમાં બે પાકિસ્તાની ઘૂસણખોરોનો ખાતમો કર્યો છે. પાકિસ્તાન તરફથી થઈ રહેલા સીઝ ફાયર ભંગમાં એક સ્થાનિક મહિલાનું પણ મોત થયું છે. વિસ્તારમાં આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.
આ બાજુ એલઓસી તંગધાર, બંગુસ અને ઉરીમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલા સીઝ ફાયર ભંગ બાદ ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. હાલ ફાયરિંગ બંધ છે. પરંતુ તંગધારમાં પાકિસ્તાનના ફાયરિંગમાં 9 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એલઓસી નજીક આવેલા વિસ્તારોમાં સેનાએ આતંકીઓની ઘૂસણખોરી રોકવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.
જુઓ LIVE TV
પાકિસ્તાન તરફથી એલઓસી નજીકના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ગત રાતે 12.30 કલાકે સીઝફાયરનો ભંગ થયો. ભારતીય સુરક્ષાદળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે