ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર થતા જ ટ્વીટર પર મહેબુબા અને ઉમર બાખડી પડ્યા

ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યાં. બિલ પર ફાઈનલ વોટિંગ વખતે રાજ્યસભામાં કુલ 183 સાંસદો હાજર હતાં.

ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર થતા જ ટ્વીટર પર મહેબુબા અને ઉમર બાખડી પડ્યા

નવી દિલ્હી: ત્રિપલ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યાં. બિલ પર ફાઈનલ વોટિંગ વખતે રાજ્યસભામાં કુલ 183 સાંસદો હાજર હતાં. સરકારને બિલ પાસ કરાવવા માટે 92 મત જોઈતા હતાં. રાજ્યસભામાં વિરોધ પક્ષો બિલ વિરુદ્ધ એકજૂથ થઈ શક્યા નહીં. વિપક્ષના કુલ 31 સાંસદોએ વોટિંગમાં ભાગ લીધો નહીં. બીએસપી, સપા, એનસીપી અને પીડીપીએ બોયકોટ કર્યો. 

બિલ પાસ થયા બાદ પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા વચ્ચે ટ્વીટર પર વોર જોવા મળી. ઉમર અબ્દુલ્લાએ પીડીપી પર એનડીએને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો. આ વિવાદની શરૂઆત પીડીપી નેતા મહેબુબા મુફ્તીની એક ટ્વીટથી થઈ. 

omar abdullah

હકીકતમાં ત્રિપલ તલાક બિલ પાસ થયા બાદ મહેબુબા મુફ્તીએ એક ટ્વીટ કરી જેમાં તેમણે લખ્યું કે "ત્રણ તલાક બિલ પાસ કરાવવાની જરૂરિયાતને સમજવામાં નિષ્ફળ છું કારણ કે સુપ્રીમ કોર્ટે પહેલેથી જ આ બિલને ગેરકાયદે જણાવ્યું હતું. મુસ્લિમ સમુદાયને દંડિત કરવા માટે બિનજરૂરી હસ્તક્ષેપ છે."

આ ટ્વીટ બાદ અબ્દુલ્લાએ મહેબુબા મુફ્તીને જવાબ આપતા કહ્યું કે "મહેબુબા મુફ્તીજી તમારે એ ચેક કરવું જોઈએ કે આ ટ્વીટ અગાઉ તમારા સભ્યોએ કોનો મત આપ્યો. મને લાગે છે કે તેમણે સદનમાં ગેરહાજર રહીને સરકારની મદદ કરી કારણ કે બિલ પાસ કરાવવા માટે તેમને સદનમાં નંબર જોઈતા હતાં."

જુઓ LIVE TV

ઉમર અબ્દુલ્લાના આ કટાક્ષ બાદ મહેબુબા મુફ્તીએ પણ પલટવાર કરતા કહ્યું કે "ઉમર સાહેબ મારું સૂચન છે કે તમે નૈતિકતાના ઊંચા પાઠ ભણાવવાનું બંધ કરી દો. કારણ કે આ તમારી જ પાર્ટી હતી કે જેણે 1999માં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા બદલ સોજ સાહેબ (સૈફુદ્દીન સોજ)ને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતાં."

mfti twitter

જેના પર અબ્દુલ્લાએ ફરીથી જવાબ આપતા કહ્યું કે "મેડમ જો 20 વર્ષ જૂની ઘટનાને યાદ કરીને તમે પીડીપીના છળનો બતાવ કરી શકતા હોવ તો કરો? આથી તમે સ્વીકારી રહ્યાં છોૌ કે તમે તમારા સાંસદોને સદનમાં ગેરહાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો અને આ ગેરહાજરીએ એકવાર ફરીથી ભાજપની મદદ કરી."

નોંધનીય છે કે મહેબુબા મુફ્તીની પાર્ટી PDPના 2 સાંસદોએ રાજ્યસભામાં મતદાનમાં ભાગ લીધો નહતો. જો આમ જોવા જઈએ તો વોટિંગ નહીં કરનારા સાંસદોએ પરોક્ષ રીતે સરકારની મદદ જ કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news