Amreli: વિજળી મુદ્દે ખેડૂતો અને કોંગી કાર્યકરોના ધરણા, પોલીસે કરી અટકાયત

ખેડૂતો અને કોંગી કાર્યકરો તેમજ કેટલાક ગામોના સરપંચો સાથે પીજીવીસીએલ કચેરીમાં ધરણા કરી કચેરીનો ઘેરાવ કર્યો હતો.

Amreli: વિજળી મુદ્દે ખેડૂતો અને કોંગી કાર્યકરોના ધરણા, પોલીસે કરી અટકાયત

કેતન બગડા, અમરેલી: સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂઘાત (Pratap Dudhat) એ આજે ખેડૂતોને ખેતીવાડીના વીજપુરવઠો હજુ સુધી કાર્યરત ન થતા તે મુદે વિજપડીની પીજીવીસીએલ (PGVCL) કચેરી ખાતે ખેડૂતો અને કોંગી કાર્યકરો સાથે પહોંચી ધરણા કર્યા હતા. પોલીસે (Police) ધરણા કરી રહેલા દુઘાત (Pratap Dudhat) ની અટકાયત કરી હતી. દૂધાત (Pratap Dudhat) એ આંદોલન ગાંધીનગર (Gandhinagar) સુધી પહોંચશે અને ઉર્જા મંત્રીની ઓફિસ બહાર ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો ભાજપના નેતાઓ પણ ખેડૂતોના પ્રશ્ને આગળ આવવા આહવાન કર્યું હતું.

અમરેલી (Amreli) જીલ્લામાં તોકતે વાવઝોડાને 1 મહિના જેવો સમય વીતવા આવ્યો છતા સાવરકુંડલા (Savarkundla) અને લીલીયા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં વીજપુરવઠો કાર્યરત નહિ થતા ધારાસભ્યએ ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે ધારાસભ્ય પ્રતાપ દુધાત (Pratap Dudhat) સહિત આસપાસના ગામોના ખેડૂતો અને કોંગી કાર્યકરો તેમજ કેટલાક ગામોના સરપંચો સાથે પીજીવીસીએલ કચેરીમાં ધરણા કરી કચેરીનો ઘેરાવ કર્યો હતો. દુધાત સહિતના ખેડૂતોએ પીજીવીસીએલને સ્થાનિક અધિકારીઓ તેમજ ટેલિફોનિક માધ્યમથી ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી.

ધરણાને પગલે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને દુધાતની પોલીસે અટકાયત કરી હતી અને તેમને સાવરકુંડલા (Savarkundla) ના રૂરલ પોલીસ સ્ટેશમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ધારાસભ્યની અટકાયત થતા કોંગી કાર્યકરો અને ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો કરી વિરોધ દરાશાવ્યો હતો અને  પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડેરો જમાવ્યો હતો.

દુધાત (Pratap Dudhat) એ આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ આપશે અને આવતી કાલે સાવરકુંડલા (Savarkundla) અને ત્યાર બાદ ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રીની ઓફિસ બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો સરકાર અને પીજીવીસીએલની કામગીરી સામે પણ દુધાતએ સવાલો ઉઠાવી આડેહાથ લીધી હતી.તો ભાજપના નેતાઓ ને પણ સરકારને આવકારવાને બદલે ખેડૂતોની વ્યથા સાથે સહકાર આપવા આગળ આવે તેમ જણાવ્યું હતું.

તોકતે વાવાઝોડા (Tauktae Cyclone) ને 1 મહિનો થઈ ગયો છે. પરંતુ હજુ સુધી વિજપડી અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં ખેતીવાડી વિસ્તારોમાં વિજળી ના આવતા ખેડૂતો પરેશાન છે. ત્યારે આજે સાવરકુંડલા (Savarkundla) ના ધારાસભ્ય પ્રતાપ દુધાત  દ્રારા વિજપડી પીજીવીસીએલ ની કચેરીએ જઈને ધરણા કર્યા હતા ત્યારબાદ પ્રતાપ દુઘાતની પોલિસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news