Savarkundla News

કોરોનાના કહેર વચ્ચે સાવરકુંડલામાં વરસાદ પડતા લોકો સહિત તંત્રમાં ફફડાટ
સૌરાષ્ટ્રમાં હાલ કઇ ઋતુ ચાલી રહી છે તે ન તો નાગરિકો નક્કી કરી શકે છે કે ન તો ખેડૂતો કે હવામાન શાસ્ત્રીઓ હોય. હાલ રાત્રે ઠંડી પડી રહી છે, બપોરે ખુબ જ તડકો પડી રહ્યો છે જ્યારે ક્યારેક ક્યારેક અચાનક મેઘાડંબર રચાય છે અને વરસાદ પડવા લાગે છે. અમરેલીમાં આજે કાંઇક આવું જ થયું છે. એક તરફ જ્યારે કોરોનાએ સમગ્ર દેશનો ભરડો લીધો છે. બીજી તરફ અમરેલી અને આસપાસનાં અનેક ગામોમાં અચાનક વરસાદ પડતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોમાં સામાન્ય એવી માન્યતા છે કે તડકો પડતાની સાથે જ કોરોના વાયરસનો નાશ થઇ જશે. જેથી અચાનક ઠંડુ વાતાવરણ સર્જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 
Mar 21,2020, 18:29 PM IST

Trending news