આ કંપનીના કર્મચારીઓ પર રાષ્ટ્રગીતની પડે છે પોઝીટિવ અસર, 13 વર્ષથી ચાલે છે પરંપરા

રાષ્ટ્રીય ગીતના ગાનની કંપનીના કર્મચારીઓ અને ગ્રાહકો પર પોઝીટીવ અસર થઇ છે આજે કંપની 2 કર્મચારીથી લઇને 181 પ્લસ સુધી પહોચી છે જે રાષ્ટ્રીય ગીતને આભારી છે.

આ કંપનીના કર્મચારીઓ પર રાષ્ટ્રગીતની પડે છે પોઝીટિવ અસર, 13 વર્ષથી ચાલે છે પરંપરા

ગૌરવ પટેલ, અમદાવાદ: ભારતનું રાષ્ટ્રીય ગીત બે મુખ્ય દિવસે ગવાય છે અને તે પણ શાળા મહાશાળા અને સરકારી કચેરીમાં દેશના બે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસના રોજ પણ અમદાવાદમાં એક ખાનગી કંપનીના દૈનિક કાર્યની શરૂઆત રાષ્ટ્રીય ગીતથી થાય છે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આર કે વેકેશન્સ નામની ટ્રાવેલ કંપની આવેલી છે. જેની સ્થાપના વર્ષ 2005માં થઇ હતી. જ્યારથી કંપનીની સ્થાપના થઇ ત્યારેથી કંપનીના રોજીંદા કાર્યની શરૂઆત રાષ્ટ્રીય ગીતથી થાય છે. કંપનીના ડિરેક્ટર પ્રણવ પટેલના જણાવ્યા પ્રમાણે કંપનીની સ્થાપના સમયે માત્ર બે કર્મચારી હતા ત્યારથી લઇને આજ દિન સુધી રોજ સવારે 10.20 કલાકે રાષ્ટ્રીય ગીતના ગાન બાદ રોજીંદા કાર્યની શરૂઆત થાય છે.

આ પરંપરા છેલ્લા 13 વર્ષથી અવિરત પણે ચાલી આવે છે. તેમના કહેવા પ્રમાણે રાષ્ટ્રીય ગીતના ગાનની કંપનીના કર્મચારીઓ અને ગ્રાહકો પર પોઝીટીવ અસર થઇ છે આજે કંપની 2 કર્મચારીથી લઇને 181 પ્લસ સુધી પહોચી છે જે રાષ્ટ્રીય ગીતને આભારી છે.

પ્રણવ પટેલ વધુમાં ઉમેરે છે કે કંપનીના સ્થાપકમાં પોલીસ કર્મી જયદેવસિંહ ચાવડા હતા જેમનું કહેવુ હતુ કે રોજ રાષ્ટ્રીય ગીતનું ગાન કરવામાં આવે કેમ કે તેનું વાઇબ્રેશન સારુ હોય છે અને કંપનીના અન્ય લોકોએ તેને વધાવી લીધુ છે. કંપનીના કર્મચારીઓ માટે પણ આ નિત્યક્રમ થઇ ગયો છે અહી વિઝા કન્સલ્ટીંગનું કામ કરતાં હિમ્ઝા શાહના કહેવા પ્રમાણે જ્યારે તેઓ નોકરીમાં જોડાયા ત્યારે રાષ્ટ્રીય ગીતના ગાનની પ્રથા તેમને સૌથી વધારે ગમી હતી.

કંપનીના ડિરેક્ટર અન્ય લોકોને અનુરોધ કરી રહ્યા છે તેઓ પણ તેમના કામના સ્થળે કામની શરૂઆત રાષ્ટ્રીય ગીતથી કરે કેમ કે જ્યારે તમામ લોકોનું દેશની સેવા માટે સરહદ પર જવુ શક્ય નથી ત્યારે દિલમાં દેશ દાઝ હોય તો આ રીતે પણ દેશભક્તિ કરી દેશને આગળ લઇ જઇ શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news