આજે ગુજરાતના 27 હજાર ડોક્ટરોની ડોક્ટર્સની હડતાલ, કારણ છે મોટું

આજે આખા દેશના ડોક્ટરોએ એક દિવસની પ્રતિક હડતાલની જાહેરાત કરી છે

આજે ગુજરાતના 27 હજાર ડોક્ટરોની ડોક્ટર્સની હડતાલ, કારણ છે મોટું

અમદાવાદ : આજે આખા દેશના ડોક્ટર્સની એક દિવસની પ્રતિક હડતાલ છે. આ હડતાલમાં ગુજરાતના 27 હજાર ડોક્ટર્સ પણ શામેલ છે.  જોકે આ હડતાલ સાંજના 6 વાગ્યા સુધી જ છે પણએ પાછળ મોટું કારણ જવાબદાર છે. મળતી માહિતી પ્રમાણે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એનએમસી બિલ 2017ના વિરોધમાં એક દિવસની પ્રતિક હડતાલનું એલાન કરાયું છે. જેમાં તબીબો સવારે સાંજે છ વાગ્યા સુધી હડતાલ પર છે. જોકે આકસ્મિક સેવાઓ, ટ્રોમા સેન્ટર ચાલુ  છે. 

NMC  બિલ-2017ના આગમન સમયે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ખાનગી મેડિકલ કોલેજોએ એમબીબીએસના પ્રત્યેક વર્ષ માટે રૂપિયા 25 લાખથી  રૂપિયા 30 લાખની ફી ઉઘરાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ધનિકો માટે 50 ટકા બેઠકોની અનામત સમાન તકો નથી આપતી. 

કેન્દ્ર સરકાર 30 જુલાઇના દિવસે નેશનલ મેડિકલ કમિશન બિલ સંસદમાં રજૂ કરે તેવી સંભાવના છે. ત્યારે આ બિલના વિરોધમાં તબીબો હડતાલ પર છે. ઇન્ડિયન મેડિકલ અસોશિયેશનની દલીલ છે કે આ બિલનો અમલ થશે તો ગરીબો અને વંચિત વર્ગ માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે અને સમાજના માત્ર ધનિક-સાધન સંપન્ન પરિવારમાંથી આવતા સંતાનો જ ડોક્ટર બની શકશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news