અસંમતીને રાષ્ટ્ર વિરોધી ગણાવવી લોકશાહીની મુળ ભાવના પર હૂમલો: જસ્ટિસ ચંદ્રચુડ

સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડે ગુજરાતમાં એખ કાર્યક્રમમાં જણાવ્યું કે, અસમંતી પર લેબલ લગાવીને તેને રાષ્ટ્ર વિરોધી અથવા લોકશાહીનાં વિરોધી ગણાવવા જાણી બુઝીને લોકશાહીની મુળ ભાવના પર હુમલો છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, રાજ્યની મશીનરીનો ઉપયોગ કરીને અસંમતી પર અંકુશ લગાવવું, ડરની ભાવના પેદા કરે છે કાયદાનાં શાસનનું ઉલ્લંઘન કરે છે. ગુજરાત હાઇકોર્ટનાં ઓડિટોરિયમમાં 15માં પીડી મેમોરિયલ લેક્ચરમાં પોતાનાં વિચાર રજુ કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અસમંતીનું સંરક્ષણ કરવું તે જ યાદ અપાવે છે કે, લોકશાહી રીતે ચુંટાયેલી સરકાર આપણને વિકાસ અને સામાજીક સમન્વય માટે એક યોગ્ય ઓઝાર પ્રદાન કરે છે, તેઓ તેનાં મુલ્યો અને ઓળખ પર ક્યારે પણ એકાધિકારનો દાવો કરી શકે નહી જે આપણી બહુલવાદી સમાજને પરિભાષિત કરે છે.

અસંમતીને રાષ્ટ્ર વિરોધી ગણાવવી લોકશાહીની મુળ ભાવના પર હૂમલો: જસ્ટિસ ચંદ્રચુડ

અમદાવાદ : સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડે ગુજરાતમાં એખ કાર્યક્રમમાં જણાવ્યું કે, અસમંતી પર લેબલ લગાવીને તેને રાષ્ટ્ર વિરોધી અથવા લોકશાહીનાં વિરોધી ગણાવવા જાણી બુઝીને લોકશાહીની મુળ ભાવના પર હુમલો છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, રાજ્યની મશીનરીનો ઉપયોગ કરીને અસંમતી પર અંકુશ લગાવવું, ડરની ભાવના પેદા કરે છે કાયદાનાં શાસનનું ઉલ્લંઘન કરે છે. ગુજરાત હાઇકોર્ટનાં ઓડિટોરિયમમાં 15માં પીડી મેમોરિયલ લેક્ચરમાં પોતાનાં વિચાર રજુ કરતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અસમંતીનું સંરક્ષણ કરવું તે જ યાદ અપાવે છે કે, લોકશાહી રીતે ચુંટાયેલી સરકાર આપણને વિકાસ અને સામાજીક સમન્વય માટે એક યોગ્ય ઓઝાર પ્રદાન કરે છે, તેઓ તેનાં મુલ્યો અને ઓળખ પર ક્યારે પણ એકાધિકારનો દાવો કરી શકે નહી જે આપણી બહુલવાદી સમાજને પરિભાષિત કરે છે.

સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, સવાલ કરવાની ગુંઝાઇશને ખતમ કરવી કે અસંમત હોય તેને દબાવવા તે ક્યારે પણ પ્રગતિકારક રાજનીતિક, આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક માળખાને નષ્ટ કરે છે. એક પ્રકારે અસમંતી લોકશાહી માટે એક સેફ્ટી વાલ્વ સમાન છે. દરેક વ્યક્તિની પોતાની વિચારધારા હોય ચે. જેને વ્યક્ત કરવાનો પણ તેને અબાધિત રીતે અધિકાર છે. માટે તેને રાષ્ટ્રવિરોધી હોવાનો સિક્કો મારી દેવો લોકશાહી માટે ઘાતક સાબિત થઇ શકે છે. દેશ વૈચારિક રીતે હંમેશા જ મુક્ત રહેવો જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news