NPR મુદ્દે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, અન્ય રાજ્યો વાતો કરતા રહ્યા અને...

મહારાષ્ટ્રમાં એક મહિનાથી રાષ્ટ્રીય જનસંખ્યા યાદી એટલે કે એનપીઆર (NPR) અંગે કામ ચાલુ થઇ જશે. જેના હેઠળ વસ્તી ગણત્રી કરનારા અધિકારીઓ 1 મેથી 15 જુન સુધી ઘરે જઇને ડેટા કલેક્ટ કરેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 1 મેથી 15 જુન દરમિયાન એનપીઆર હેઠળ ડેટા કલેક્ટ કરવાનો સર્કુલર બહાર પાડ્યો છે. મુંબઇમાં કેન્દ્રીય વસ્તી ગણતરીનો દાવો છે કે આ અંગે મહારાષ્ટ્ર સરકાર પણ ટુંક જ સમયમાં સર્કુલર જાહેર કરશે. આ અંગે મુંબઇમાં ચીફ પોપ્યુલેશન ઓફીસરનાં ઓફીસમાં 6 ફેબ્રુઆરીએ એક બેઠક થઇ હતી. 

NPR મુદ્દે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, અન્ય રાજ્યો વાતો કરતા રહ્યા અને...

મુંબઇ : મહારાષ્ટ્રમાં એક મહિનાથી રાષ્ટ્રીય જનસંખ્યા યાદી એટલે કે એનપીઆર (NPR) અંગે કામ ચાલુ થઇ જશે. જેના હેઠળ વસ્તી ગણત્રી કરનારા અધિકારીઓ 1 મેથી 15 જુન સુધી ઘરે જઇને ડેટા કલેક્ટ કરેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 1 મેથી 15 જુન દરમિયાન એનપીઆર હેઠળ ડેટા કલેક્ટ કરવાનો સર્કુલર બહાર પાડ્યો છે. મુંબઇમાં કેન્દ્રીય વસ્તી ગણતરીનો દાવો છે કે આ અંગે મહારાષ્ટ્ર સરકાર પણ ટુંક જ સમયમાં સર્કુલર જાહેર કરશે. આ અંગે મુંબઇમાં ચીફ પોપ્યુલેશન ઓફીસરનાં ઓફીસમાં 6 ફેબ્રુઆરીએ એક બેઠક થઇ હતી. 

વસ્તીગણતરી માટેના અધિકારીઓનો સમાવેશ
જેમાં મ્યુનિસિપલ કમિશ્નર ઉપરાંત રાજ્યનાં તમામ જિલ્લાની વસ્તીગણતરીનાં અધિકારીઓ પણ તેમાં જોડાયા હતા. બેઠકમાં મહારાષ્ટ્ર સરકારનાં જનરલ એડમિનિસ્ટ્રેશનનાં મુખ્ય સેક્રેટરી, કેન્દ્ર અને રાજ્ય કાર્યાલયની કોઓર્ડિનેટર વલ્સા નાયર અને વસ્તીગણતરી અને કાર્યવાહી સંચાલનાલયની સંચાલક રશ્મિ ઝગડે પણ હાજર રહ્યા હતા. 

9થી 28 ફેબ્રુઆરી વચ્ચે વસ્તીગણતરી
મળતી માહિતી અનુસાર રાજ્યમાં એક મેથી 15 જુન સુધી એનપીઆર માટે ડેટા કલેક્ટ કરશે અને આવતા વર્ષે 9-28 ફેબ્રુઆરી વચ્ચે વસ્તીગણતરી કરવામાં આવશે. આ કામ માટે 3.34 લાખ કર્મચારી નિયુક્ત કરવામાં આવશે. 

ટેક ઓફ કરી રહેલા પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલે Jeep આવી ગઇ અને...
કોંગ્રેસનો વિરોધ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર છે. તેમાં કોંગ્રેસ સીએએ, એનઆરી અને એનપીઆરનો વિરોધ કરી રહ્યા છે. એનસીપીએ એનપીઆર મુદ્દે અત્યાર સુધી પોતાના પત્તા નથી ખોલ્યા. બીજી તરફ શિવસેના અંગે કહેવાઇ રહ્યું છે તેઓ એનપીઆર અંગે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news