પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે વસૂલ્યા વધુ રૂપિયા

સરકાર દ્વારા ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે જરુરી ખેત વપરાશની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સબસીડી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર સરકારની આ યોજનાઓનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો હોતો નથી. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેથી એક જાગૃત ખેડૂત તરીકે આ ખેડૂતે ખેતીવાડી અધિકારી સહીત ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત કરી છે.

પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે વસૂલ્યા વધુ રૂપિયા

અજય શીલુ/ પોરબંદર: સરકાર દ્વારા ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે જરુરી ખેત વપરાશની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સબસીડી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર સરકારની આ યોજનાઓનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો હોતો નથી. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેથી એક જાગૃત ખેડૂત તરીકે આ ખેડૂતે ખેતીવાડી અધિકારી સહીત ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત કરી છે.

રાજ્યના ખેડૂતો આધુનીક ખેતી તરફ વળે અને તેઓને જરુરી ખેતીવાડીને લગતી ચીજવસ્તુઓ બજારભાવ કરતા ઓછા ભાવે મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. સરકાર દ્વારા ઉદેશ્યથી આ ખેડૂત પોર્ટલ બનાવ્યુ છે. જેમાં ખેડૂતો ખેતી ઓજાર સહિતની ચીજવસ્તુઓ માટે અરજી કરી શકે છે અને સરકાર દ્વારા મંજુરી મળેલી સબસીડી સાથે ખેડૂત જે મંજુર થયેલ ખેતીવાડીનો લગતી વસ્તુ ખરીદી કરી શકતો હોય છે.

પોરબંદર જિલ્લાના સોઢાણા ગામના નાથાભાઈ કારાવદારા નામના ખેડૂતે આજ રીતે મોટર પંપ માટે અરજી કરી હતી અને તે અરજી મંજુર થતા ખેડૂતે પોરબંદરના જ્યુબેલી નજીક આવેલ શિવશક્તિ મશીનરી ખાતે કે જેઓ આ મોટર પંપ વહેચનાર ડીલર હોય તેઓ પાસેથી ગંગોત્રી કંપનીની મોટર પંપની ખરીદી હતી. આ દુકાન ખાતેથી ખેડૂતને મોટરનું 10858 રુપિયાનુ સરકાર માન્ય બિલ આપવામાં આવ્યુ. પંરતુ ખેડૂત પાસેથી મોટરના બિલ કરતા વધુ પૈસા લેવામાં આવ્યા 10858 રુપિયાને બદલે 14000 રુપિયાનું કહેવામાં આવાતા ખેડૂતે પુછ્યું કે બિલ કરતા વધુ રકમ શા માટે લેવામાં આવી રહી છે.

તો ડીલર દ્વારા તેઓને એવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો કે એ તમારે જાણવાની જરુર નથી. આ ખેડૂતને આમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ જણાતા, તેઓએ દુકાનદારને 14000 હજાર રુપિયા આપતો વીડિયો પણ પોતાના મોબાઈલમાં ઉતારી પુરાવા તરીકે રાખ્યો હતો. સાથે જ આ મુદ્દે મીડિયાને પણ જાણ કરાતા મીડિયા દ્વારા પણ આ મુદ્દે ખેડૂતનો પક્ષ જાણ્યા બાદ આ ડીલરને પુછવાનો પ્રયાસ કરવામાં આવતા ડીલરે આ મામલે તેઓ મીડિયા સામે કોઈ વાત કરવા માંગતા નથી અને તેઓની દુકાનમાં કેમ આવ્યા તેવો રુઆબ બતાવતા જોવા મળ્યા હતા.

ખેડૂતે આ મુદ્દે પોલીસથી લઈને ગ્રાહક સુરક્ષા સહિત રજુઆત કરતા આ વિભાગો દ્વારા ખેડૂતને એક બીજા પર ખો આપતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ખેડૂતે પોરબંદરના ઘારાસભ્ય અને ખેતીવાડી અધિકારીને લેખીત રજુઆત કરી આ મુદ્દે યોગ્ય કરવા રજુઆત કરી હતી. ખેડૂતને મળવાપાત્ર લાભ આપવાને બદલે જે રીતે આ પ્રકારના ડીલર ભોળા અને અભણ ખેડૂતો સાથે મનમાની કરીને બિલ કરતા વધુ પૈસા ખંખેરતા હોય છે. ત્યારે ભવિષ્યમાં ખેડૂતો સાથે આ પ્રકારની ઘટના ન બને તે માટે સોઢાણા ગામના આ ખેડૂતે તમામ જગ્યાઓ પર રજુઆત કરીને આમાં ખુબજ મોટો ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ સાથે ખેતીવાડી અધિકારીને રજુઆત કરી હતી.

ખેતીવાડી અધિકારી દ્વારા રજુઆતને મુદ્દે એવુ જણાવ્યુ હતુ કે, જે માન્ય કિમંત હોય તેટલી કિમંત ખેડૂતો પાસેથી લેવાની થતી હોય છે. આ રજુઆતને ધ્યાને લઈ અમો આ નિયમોનુસાર આ અંગે કાર્યવાહી કરી અને આ અંગેનો અહેવાલ રીપોર્ટ ખેતીવાડી નિયામક કચેરી ખાતે મોકલી આપશુ. સરકાર દ્વારા વર્ષોથી અનેક યોજનાઓ ખેડૂતો અને ગરીબોના ઉત્થાન માટે બનાવવામાં આવતી હોય છે પરંતુ વર્ષોથી જે રીતે થતુ આવ્યુ છે તેમ સાચા લાભાર્થીઓને યોજનાઓનુ પુરતુ જ્ઞાન ન હોવાથી અને તેઓ વધુ શિક્ષીત નહી હોવાથી તેઓ સુધી યોજનાનો પુરો લાભ પહોંચવા દેવામાં આવતો નથી.

સોઢાણાના આ યુવાન ખેડૂતે જે રીતે જાગૃતતા દાખવી અને અન્ય ખેડૂતો સાથે આવો બનાવ ન બને અને જેઓની સાથે આ પ્રકારની ઘટનાઓ બની હોય તેઓને ન્યાય મળે તે માટે જે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તે પ્રશંસાને પાત્ર છે. સરકાર દ્રારા રાજ્યવ્યાપી આ અંગે તપાસ ચલાવામાં આવે કે ડીલરો દ્વારા માન્ય કિમંત કરતા ખેડૂતો પાસેથી વધુ કિમંત લેવાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે તો કદાચ રાજ્યવ્યાપી કૌભાંડ પણ સામે આવે તો નવાઈ નહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news