Dealer News

SURAT: અસામાજીક તત્વો બેખોફ, કાયદો વ્યવસ્થા ઓક્સિજન પર, વેપારી પર જીવલેણ હુમલો
શહેરમાં ગુનેગારો બેખોફ બન્યા છે, પોલીસનો હવે ડર ન હોય તે પ્રકારે સુરતમાં રોજ એકાદી હત્યા, લૂંટ, બળાત્કારની ઘટના નોંધાય છે. પોલીસ આને ડામવામાં સદંતર નિષ્ફળ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુરતમાં ખુબ જ ગંભીર છે. ત્યારે સુરતમાં હવે વેપારીઓ પણ સલામત નથી. તંબાકુના વેપારી પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરીને લૂંટ કરી છે. સુરત શહેરનાં પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે આવેલી ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઇકાલે સોમવારે બપોરે ત્રણેક વાગ્યે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારૂઓએ દુકાનદારનું મોઢુ દબાવીને છરીનાં ઉપરા છાપરી ઘા માર્યા હતા. વકરાના પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. 
Feb 2,2021, 20:46 PM IST
સ્વરૂપવાન યુવતીએ ધનાઢ્ય વેપારી પાસે માંગી લિફ્ટ માંગી અને...
જિલ્લામાં અવાર નવાર હની ટ્રેપ કરતી ગેંગ સક્રિય થઈ છે સુખી સંપન્ન લોકોને ટાર્ગેટ બનાવી મહિલા દ્વારા મોહજાળમાં ફસાવી રૂપિયા ખખેરતી ગેંગ પાટણ પોલીસ ના હાથે  ઝડપાઈ જવા પામી છે. જેમાં હારીજ તાલુકા અને પાટણના ઈસમો ભેગા મળી ગેંગ બનાવી કાવતરું રચી રોડ પરથી પસાર થતા એક ગાડી ચાલક પાસે મહિલા દ્વારા લીફટ માંગી હતી. બીજું સાગરીતોને આ બાબતની જાણ કરી અન્ય ગાડીમાં સાગરીતો આવી ગાડીને ઉભી રખાવી છરીની અણી બતાવી માર મારી ડરાવી મહિલા સાથે બિભસ્ત વિડિઓ ઉતારી પૈસા પડાવતી ગેંગને પાટણ પોલીસે ઝડપી પાડી. હનીટ્રેપના ગુનાહનો ભેદ ઉકેલવામાં સફળતા મળવા પામી છે, ત્યારે હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકોને હવે લીફટ આપવી હવે લાલ બત્તી સમાન બનવા પામ્યું છે. 
Jan 25,2020, 0:13 AM IST

Trending news