VIDEO: ક્રિકેટના બાદશાહ કોહલીની બેગની અંદર શું-શું હોય છે? ખુલી ગયું રાઝ

કોહલીએ જણાવ્યુ કે, તે મેચ બેટ એટલે કે જે બેટથી મેચમાં રમે છે, તેને પ્રેક્ટિસ દરમિયાન હાથ નથી લગાવતો. કોહલી જણાવે છે કે એબી ડિવિલિયર્સ વગર પ્રેક્ટિસ ન કરી શકે. તે જણાવે છે કે તેને પોતાના બેટ પર ખુદ સ્ટિકર્સ લગાવવા પસંદ છે. 

VIDEO: ક્રિકેટના બાદશાહ કોહલીની બેગની અંદર શું-શું હોય છે? ખુલી ગયું રાઝ

દુબઈઃ વિશ્વના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલી આ દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાલ મચાવી રહ્યો છે. તે શાનદાર ફોર્મમાં છે. વિરાટે આઈપીએલની 13મી સીઝનમાં અત્યાર સુધી 7 મેચોમાં 256 રન બનાવ્યા છે. સાથે તે આરસીબી તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં નંબર એક પર છે. 

તો તેની ટીમને 7 મેચોમાંથી 5મા જીત મળી છે અને આ સાથે તેની ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પરંતુ આરસીબીની ઉપર બંન્ને ટીમો (મુંબઈ અને દિલ્હી)ના પણ 10-10 પોઈન્ટ છે પરંતુ તેની રનરેટમાં અંતર હોવાને કારણે આરસીબી ત્રીજા સ્થાને છે. 

કહેવામાં આવે છે કે કોહલી પ્રેક્ટિસ સેશન દરમિયાન અન્ય ખેલાડીઓ કરતા વધુ મહેનત કરે છે. તેને સૌથી ફિટ એથલીટમાં પણ ગણવામાં આવે છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન જ કોહલીએ એક વીડિયો બનાવ્યો છે જેમાં તે પોતાની કિટ વિશે જણાવી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર દ્વારા ટ્વીટ કરવામાં આવેલ આ વીડિયોમાં કોહલી બધા ગિયર્સને કાઢીને દેખાડે છે જે તે પોતાની ક્રિકેટ કિટમાં લઈને ચાલે છે. 

— Royal Challengers Bangalore (@RCBTweets) October 14, 2020

શું-શું છે કોહલીની ક્રિકેટ કિટ બેગમાં?
થાઈ પેડ્સ
આરસીબી હેટ (ટોપી)
થાઈ ગાર્ડસ (તેના પર કોહલીના ટેસ્ટ નંબર 369 અંકિત છે)
લાલ રંગના પેડ્સ (1 જોડી)
10 જોડી ગ્લવ્સ (કોહલી પ્રમાણે યૂએઈમાં ગરમી છે તેથી વધુ ગ્લવ્સ જરૂરી છે)
2 જોડી સ્પેશિયલ શૂઝ (પ્યૂમા વન-8)
ગ્રિપ પોલ (બેટ પર ગ્રિપ ચઢાવવા માટે)
બેટ પર લગાવવાના સ્ટિકર્સ
રિસ્ટ બેન્ડ (હાથમાં પહેરાતા બેન્ડ)
હેલ્મેટ
સ્લીવ્સ (ફીલ્ડિંગ દરમિયાન હાથમાં પહેરવા જેથી ઈજાથી બચી શકાય)
એક જોડી નાના ગ્લવ્સ (ફીલ્ડિંગ પ્રેક્ટિસ અને કેચ પ્રેક્ટિસ માટ)
સ્વેટ બ્રેન્ડ્સ (હેલ્મેટ માટે)
ગ્રિટેક ક્રીમ (ગ્લવ્સને હાથમાં સારી રીતે સેટ કરતા અને બેટ પર હાથની સારી પકડ બનાવા માટે)
હેલ્મેટ કવર 
2 બેટ (પરંતુ કોહલીની પાસે આઈપીએલ ટૂર માટે કુલ 10 બેટ છે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news