ડાકોર મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું! ચારેકોર લીલાતોરણ, જાણો જન્માષ્ટમીના રોજ ઠાકોરજીના દર્શનનો સમય
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને મીની દ્વારકા તરીકે ઓળખાતા ડાકોર મંદિરમાં આ ઉત્સવને ઉજવવા વૈષ્ણવો આતૂર બન્યા છે. મંદિરના ઘુમ્મટથી માંડીને પરિસરમાં અને મંદિરના બે મુખ્ય દ્વારો પર આકર્ષક રોશની કરાઈ છે.
Trending Photos
નચિકેત મહેતા/ખેડા: ડાકોર મંદિરના ઘુમ્મટથી માંડીને મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું, આસોપાલવના તોરણો ચોમેર બંધાયા, જન્મોત્સવ સમયે મંદિર પરિસરમાં આવેલ દીપામાળાઓ પ્રગટાવાશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવની હવે ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને મીની દ્વારકા તરીકે ઓળખાતા ડાકોર મંદિરમાં આ ઉત્સવને ઉજવવા વૈષ્ણવો આતૂર બન્યા છે. મંદિરના ઘુમ્મટથી માંડીને પરિસરમાં અને મંદિરના બે મુખ્ય દ્વારો પર આકર્ષક રોશની કરાઈ છે.
આવતીકાલે સોમવારે ઉજવવામા આવનાર જન્માષ્ટમી પર્વને લઈને યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રસાશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવને વધાવવા દૂરદૂરથી ભાવિકો, વૈષ્ણવો ડાકોરમાં ઉમટશે. ત્યારે આ પર્વના ઉત્સવમાં મંદિરને પણ ફ્લડ દ્વારા સજાવવામાં આવ્યો છે અને આકર્ષક રોશની કરાઈ છે. મંદિરના ઘુમ્મટથી માંડીને મંદિર પરિસરમાં ચોમેર વિવિધ લાઈટો કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરના બે મુખ્ય દ્વાર પર પણ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને લઈને વિશેષ રોશની કરાઈ છે. જેમાં હાથી ઘોડા પાલખીના ચિત્રો રજૂ કરાયા છે. આ સાથે સાથે મંદિરની ચારેય બાજુએ આસોપાલવના તોરણ બાંધી મંદિરને સજાવવામાં આવ્યું છે. આજથી જ ભજન કિર્તનની રમઝટ મંદિર પરિસરમાં જામી છે.
મંદિરના મેનેજર જગદીશ દવેએ જણાવ્યું કે, આવતીકાલે આ પર્વને લઇને ભાવિકો ઉમટી પડશે તે માટે સુચારુ આયોજન કરાયું છે. ભક્તો સાનુકૂળ રીતે ઠાકોરજીના દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મીસીગ વસ્તુઓ માટે સ્પિકર પણ ગોઠવવામાં આવ્યુ છે અને સ્થાનિક પોલીસનો પણ આ સમયે ચૂસ્ત બંદોબસ્ત રહેશે. જન્મોત્સવ સમયે મંદિર પરિસરમાં આવેલ દીપામાળાઓ પ્રગટાવાશે.
જન્માષ્ટમીના રોજ ઠાકોરજીના દર્શનનો સમય
સવારના 6:30 વાગે નીજમંદિર ખુલી 6:45ના અરસામાં મંગળા આરતી થઈ નીત્યક્રમાનુસાર ઠાકોરજીની સેવાપૂંજા થશે. ત્યારબાદ 1 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. એ બાદ ઠાકોરજી પોઢી જશે.આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. સાંજના 4:45 વાગ્યે નીજમંદિર ખુલી 5 વાગ્યાના અરસામાં ઉત્થાપન આરતી થઈ નીત્યક્રમાનુસાર ઠાકોરજીની સેવાપૂંજા થઈ ક્રમાનુસાર શયનભોગ –સખડીભોગ આરોગવા બીરાજશે.
રાત્રીના 12 વાગ્યે શ્રીકૃષ્ણપગટયોત્સવ થશે. તીલક-પંચામૃત સ્નાન થશે. ઠાકોરજી ની ક્રમાનુસાર સેવાપૂંજાથઈ શ્રૃંગાર ધરાવી ઠાકોરજીને મોટામુગટ ધારણ કરાવવામાં આવશે.ત્યારબાદ શ્રીજીને ચાંલ્લો-તિલક કરી આરતી કરવામાં આવશે. ત્યારબાદ ગોપાલલાજી મહારાજને સોનાના પારણામાં બીરાજમાન કરાવી ઝુલાવવામાં આવશે.ત્યારબાદ અનુકુળતાએ શ્રીજીમહારાજ મહાભોગ આરોગવા બીરાજશે. ત્યારબાદ મહાભોગ આરતી થઈ ઠાકોરજી પોઢી જશે. બીજા દિવસે મંગળવારે 27 ઓગસ્ટના રોજ નંદમહોત્સવની ઉજવણી થશે. આ દિવસે ઠાકોરજીના દર્શનનો સમય સવારના 8:45 વાગે નીજમંદિર ખુલી 9ના અરસામાં મંગળા આરતી થઈ નીત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવાપૂંજા થઈ ત્યારબાદ આરતી બાદ નંદમહોત્સવ ઉજવાશે. ત્યારબાદ નીત્યક્રમાનુસાર ઠાકોરજી પોઢી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે