જન્માષ્ટમી પર ચંદ્રમાનો ખાસ સંયોગ, આ જાતકોને થશે મહાલાભ, મળશે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ
આવતીકાલ એટલે કે 26 ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે ઘણા શુભ યોગના સંયોગ બની રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોને લાભ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ જન્માષ્ટમીના તહેવારને લઈને દેશભરમાં રોનક જોવા મળી રહી છે. જ્યોતિષ પ્રમાણે 26 ઓગસ્ટે પૂજન મુહૂર્ત રાત્રે 11.57 કલાકથી રાત્રે 12.42 કલાક સુધી છે. વ્રત 20 કરોડ એકાદશીનું ફળ આપનાર વ્રત છે. જ્યોતિષી પ્રમાણે ઘણા વર્ષો બાદ અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર તથા વૃષભ રાશિના ચંદ્રમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે. ભગવાન કૃષ્ણ ભગવાન શિવના દિવસે સોમવારે જન્મ લેશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 3.54 રલાકથી 27 તારીખે સવારે 6 કલાક સુધી રહેશે. અષ્ટમી તિથિ સવારે 3.19 કલાકે શરૂ થશે, જે રાત્રે 2.19 સુધી, 27 તારીખે 2 કલાક 2.19 સુધી રહેશે. રોહિણી નક્ષત્ર બપોરે 3.54 કલાકથી શરૂ થશે જે આગામી દિવસે બપોરે 3.37 કલાક સુધી રહેશે. આ વખતે 26 ઓગસ્ટે રાત્રે ચંદ્રોદય 11.24 કલાકે થશે.
આ વર્ષે 26 ઓગસ્ટે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે અને ચંદ્રમા વૃષભ રાશિ, રોહિણી નક્ષત્રમાં હોવાથી એક વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેથી આ વર્ષ જન્માષ્ટમી સુખ, સમૃદ્ધિ અને મનોવાંછિત ફળ આપનારી માનવામાં આવી રહી છે. આ સાથે જન્માષ્ટમીના દિવસે શશ રાજયોગ અને ગુરૂ ચંદ્ર યુતિને કારણે ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દુર્લભ સંયોગોની અસર દરેક રાશિઓ પર પડે છે. જ્યોતિષાચાર્ય પ્રમાણે ચાર રાશિઓ માટે જન્માષ્ટમી ખુબ ખાસ છે.
મેષ રાશિના જાતકોને લાંબા સમયથી અટવાયેલા કામમાં ગતિ મળશે. અચાનક કોઈ ધનલાબ થઈ શકે છે.
વૃષભ રાશિના જાતકો બધાના દિલ જીતવામાં સફળ થશે. લગ્ન સંબંધી મોટી ખુશખબરી મળી શકે છે.
સિંહ રાશિના જાતકોને માન-સન્માન મળશે અને નવા કાર્યોની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે.
કુંભ રાશિ પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા રહેશે. જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં કાન્હા ખુશીઓ લાવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે