Sawan 2023 News

શ્રાવણમાં આ છોડ ઘરે લગાવશો તો થઈ જશે ધનની વર્ષા, પ્રસન્ન થઈ જશે લક્ષ્મી માતા
નવી દિલ્લીઃ હિન્દુ શાસ્ત્રોમાં શ્રાવણ માસને સૌથી પવિત્ર મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં લોકો પુજા અર્ચના અને વ્રત-ઉપવાસ કરીને ભગવાનને પ્રસન્ન કરતા હોય છે. ત્યારે જો આ મહિનામાં તમે કેટલાંક છોડ ઘરે લાવીને વાવશો તો તમારા પર લક્ષ્મી માતાની કૃપા હંમેશા યથાવત રહેશે. મહાદેવ પણ પ્રસન્ન થશે. સાવનમાં આ છોડને ઘરે લાવવું શુભ માનવામાં આવે છે, થોડા જ કલાકોમાં ધનવાન બનવાની શક્યતાઓ બની જાય છે. એવું કહેવાય છે કે ભગવાન શિવને હરિયાળી ખૂબ પસંદ છે. તેથી જ સાવન મહિનામાં વૃક્ષો વાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
Jul 26,2023, 17:12 PM IST

Trending news