લ્યો બોલો ! બે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો : એકમાં પોઝીટીવ એકમાં નેગેટીવ આવ્યો

સુરતમાં કોરોના રિપોર્ટ (Corona Report) ને લઈ ખાનગી લેબનો છબરડો બહાર આવ્યો હતો. એક જ દિવસમાં એક લેબમાં પોઝીટીવ તો બીજી લેબમાં નેગેટિવ રિપોર્ટ આવતા વરાછા (Varachha) નો રત્નકલાકાર અસમંજસમાં મુકાયો હતો.

લ્યો બોલો ! બે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો : એકમાં પોઝીટીવ એકમાં નેગેટીવ આવ્યો

ચેતન પટેલ, સુરત: સુરતમાં કોરોના રિપોર્ટ (Corona Report) ને લઈ ખાનગી લેબનો છબરડો બહાર આવ્યો હતો. એક જ દિવસમાં એક લેબમાં પોઝીટીવ તો બીજી લેબમાં નેગેટિવ રિપોર્ટ આવતા વરાછા (Varachha) નો રત્નકલાકાર અસમંજસમાં મુકાયો હતો.

સુરત (Surat) માં કોરોના બાદ તમામ રત્નકલાકારોને કામ પર બેસવા પહેલા રેપીડ ટેસ્ટ ફરજીયાત છે. અને તમામ રત્નકલાકારોને તે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ કામ પર રાખવામાં આવે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ચિંતન ભાઈ અકબરી પોતાનો કોરોના એન્ટીજન રેપીડ ટેસ્ટ કરાવવા યોગીચોક ખાતેના સ્વસ્તિક પ્લાઝાના એક્યુરેટ લેબમાં એન્ટીજન રેપીડ ટેસ્ટ (Repid Test) કરાવવા પહોંચ્યા હતા. 

જ્યાં રિપોર્ટ (Report) કરાવતા તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હેરાન થઈ ગયા હતા. કારણે કે તેમને કોરોના (Coronavirus) ના કોઈ લક્ષણ ન હતા. તે માત્ર હીરાના કારખાનામાં કામ કરવા માટે રિપોર્ટ કઢાવવા ગયા હતા. રિપોર્ટ અંગે શંકા જતા તેમણે સરથાણા ખાતે આવેલી એચ.સી.એલ. લેબ મા રિપોર્ટ કરવા ગયા હતા. 

જ્યાં તેમનો એન્ટીજન રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.બંને જગ્યા એ થઈ તેમણે રિપોર્ટના 600 રૂપિયા ચૂકવ્યા હતા. જો કે એક જ દિવસમાં એક લેબમાં પોઝીટીવ તો બીજી લેબમાં નેગેટિવ રિપોર્ટ આવતા વરાછાનો રત્નકલાકાર અસમંજસમાં મુકાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news