GANDHINAGAR: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ હવે મધ્ય અને ઉત્તરનો વારો
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે. દિન પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત પરિવર્તનના પગલે દક્ષિણ પશ્ચિમના પવનો અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16 જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના બુલેટીનમાં જણાવ્યા અનુસાર બુલેટીનમાં જણાવ્યા અનુસાર, આગામી 12થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિતનાં મધ્ય ગુજરાતનાં જિલ્લાઓમાં પણ વરસાદની વકી છે.
વલસાડમાં કેરીની સીઝન ચાલી રહી છે, વરસી રહેલો વરસાદ અને તેનું બદલાયેલું વાતાવરણ કેરીનાં પાક માટે નુકસાનકારક હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ચુકી છે. જો કે છેલ્લા ઘણા દિવસથી વલસાડમાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડમાં અષાઢી માહોલ છવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે