કોરોનાના નવા કેસ અને મોત મામલે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી, જાણો કયા નંબરે છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :વિશ્વરમાં કોરોના (Coronavirus) ના મૃતકોની સંખ્યા દોઢ લાખની નજીક પહોંચી ચૂકી છે. પ્રથમ 50 હજાર મોત 124 દિવસમાં થયા હતા. તો મોતનો આંકડો 2 થી 10 એપ્રિલની વચ્ચે 1 લાખ પર પહોંચી ગયો. હવે સાત દિવસમાં જ દુનિયાભરમાં મોતનો આંકડો દોઢ લાખ પર પહોંચી ગયો છે. આવામાં ભારતમાં પણ સતત કોરોનાનો આંકડો વધી રહ્યો છે. દેશના 33 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ સંક્રમણની ઝપેટમાં છે. જેમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ કેટલાક રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ હજી સારી છે. ગુજરાતમાં કેસનો આંકડો હજી પણ ઓછો, તેમજ મૃત્યુ દર પણ ઓછો છે. આવામાં ગુજરાત અન્ય રાજયોની સરખામણીમાં ક્યાં છે તે જોઈએ.
લોકડાઉનમાં નફ્ફટ બની અમદાવાદની DPS સ્કૂલ, આડકતરી રીતે માંગી લીધી ફી
લેટેસ્ટ અપડેટ મુજબ, ગુજરાત સરકારે આપેલા આંકડા પ્રમાણે હાલ ગુજરાતમાં કુલ 1099 કેસ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 622 કેસ છે. આ સાથે જ અમદાવાદ ગુજરાતનુ હોટસ્પોટ બનેલું છે. તો બીજા નંબરે વડોદરામાં 142 કેસ અને સુરતમાં 140 કેસ છે.
રાજ્ય કુલ કેસ મૃત્યુ
મહારાષ્ટ્ર 3236 194
દિલ્હી 1700 38
તમિલનાડુ 3123 15
મધ્યપ્રદેશ 1164 55
ગુજરાત 1099 41
રાજસ્થાન 1193 17
કોરોનામાં ચહેરાને સ્પર્શ કરવાને લઈ થયો ચોંકાવનારો ખુલાસો, લોકો દર એક કલાકે....
તો દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 14378 થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર રાજ્ય કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં કેસોનો આંકડો 3200 થી પાર થઈ ગયો છે. મુંબઈમાં જ દર્દીઓની સંખ્યા 2 હજારને પાર થઈ ગઈ છે. તો દિલ્હીમાં કોરોનાનો આંકડો 1700ને પાર પહોંચી ગયો છે. તો બીજી તરફ, મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ કોરોના વધી રહ્યો છે. દેશભરમાં અત્યાર સુધી 480 લોકોના મોત નિપજ્યા છે. ઝારખંડમાં દર્દીઓની સંખ્યા ઓછી હોવા છતા અહીં મોતનો દર દેશમાં સૌથી વધુ છે. રાજ્ય વાઈઝ મોતના પ્રમાણમાં નજર કરીએ
તો આંકડા આવા છે.....
- ઝારખંડ 7.14 ટકા
- પંજાબ 7.10 ટકા
- મહારાષ્ટ્ર 6.05 ટકા
- હિમાચલ 5.55 ટકા
- પશ્ચિમ બંગાળ 5.31 ટકા
- મધ્ય પ્રદેશ 4.72 ટકા
- કર્ણાટક 4.12 ટકા
- ગુજરાત 3.87 ટકા
- આસામ 2.94 ટકા
- તેલંગણા 2.76 ટકા
- દિલ્હી 2.02 ટકા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે