મહાઠગ કિરણ પટેલનો મામલો સંસદમાં ઉઠ્યો, શક્તિસિંહે રાજ્યસભામાં બધું પડતુ મૂકીને પહેલા આ મુદ્દે ચર્ચા કરવા માંગ કરી

Fake PMO Officer Kiran Patel : ઠગબાજ કિરણ પટેલના કૌભાંડો દિલ્હી સુધી પહોંચ્યા છે. હવે છેક સંસદમાં કિરણ પટેલનું નામ પહોંચ્યું છે... રાજ્યસભામાં તમામ ચર્ચાઓ સ્થગિત કરીને પહેલાં કિરણ પટેલ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે માગણી કરી
 

મહાઠગ કિરણ પટેલનો મામલો સંસદમાં ઉઠ્યો, શક્તિસિંહે રાજ્યસભામાં બધું પડતુ મૂકીને પહેલા આ મુદ્દે ચર્ચા કરવા માંગ કરી

Fake PMO Officer Kiran Patel : ઠગબાજ કિરણ પટેલના કૌભાંડો ખૂલતા તે મોટો માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલ્યું છે. એક નહિ, ઢગલાબંધ કૌભાડો તેણે કરેલા છે. ત્યારે કિરણ પટેલનું નામ હવે સંસદમાં ગાજ્યું છે. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે ચર્ચા કરવા માંગ કરી છે. તેઓએ કહ્યું કે, જ્યાં સામાન્ય નાગરિક નથી જઈ શકતો ત્યાં કિરણ પટેલ કેવી રીતે પહોંચ્યો? 

મહાઠગ કિરણ પટેલનો મામલો સંસદમાં ઉઠ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેમાં નિયમ 267 હેઠળ તાકીદની ચર્ચાની માંગ કરી છે. સાથે જ કયા કારણોસર કિરણ પટેલને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી તેવો સવાલ ઉઠાવ્યો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ એવી માગણી કરી છે કે, ગૃહમાં બીજી ચર્ચાઓ પછી પણ પહેલાં કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે, "ક્યા કારણોસર કિરણ પટેલને Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કેમ જવા દેવામાં આવ્યો હતો?" 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 20, 2023

રાજ્યસભામાં તમામ ચર્ચાઓ સ્થગિત કરીને પહેલાં કિરણ પટેલ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે માગણી કરી છે. આ અંગે તેમણે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ ગૃહમાં તમામ ચર્ચા સ્થગિત કરીને તાકીદે કિરણ પટેલ વિશે ચર્ચા કરવા માગણી કરી છે. રાજ્યસભામાં આ પ્રક્રિયાને સસ્પેન્સન ઓફ બિઝનેસ નોટિસ કહે છે.

કિરણ પટેલે નેતાના પરિવારને પણ છેતર્યાં
કૌભાંડી કિરણ પટેલે રાજકારણીઓના પરિવારજનોને પણ છેતર્યા છે. નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલિશાન બંગલો કિરણ પટેલે પચાવી લીધો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન્સ બંગલોમાં આવેલો 11 નંબર નો બંગલો જગદીશ ચાવડાનો છે, જે વર્ષોથી અહીં રહે છે. જગદીશ ચાવડાના બંગલોમાં રિનોવેશનનું કામ ચાલતું હતું, ત્યારે પરિવાર કોઈ કારણસર અમદાવાદ થી 5 થી 6 દિવસ માટે બહાર હતું. તે સમય દરમ્યાન કિરણ પટેલે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને 18 કરોડના બંગલામાં પોતાના પરિવાર સાથે 500 જેટલા લોકોની હાજરીમાં વસ્તુ પૂજન પણ કર્યું હતું. બંગલાના વીડિયો આજે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળે છે. આ બંગલાના મુખ્ય દરવાજા પર 7 ઘોડાનું એક વોલપીસ પણ મુકાયેલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news