Anger Management: કબીર સિંહની જેમ શું તમને પણ વાત વાત પર ગુસ્સો આવે છે? આ રીતે ગુસ્સા પર લગાવો બ્રેક

Anger Management Tips: ગુસ્સો કોઈપણ વ્યક્તિની છબી બગાડી શકે છે અને તે આપણા મન અને શરીર બંનેને આંતરિક રીતે નુકસાન પહોંચાડે છે, ચાલો જાણીએ કે ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો.

Anger Management: કબીર સિંહની જેમ શું તમને પણ વાત વાત પર ગુસ્સો આવે છે? આ રીતે ગુસ્સા પર લગાવો બ્રેક

How To Control Your Anger: તમે શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ' તો જોઈ જ હશે. જેમાં લીડ એક્સ્ટ શાહિદને ખુબ જ ગુસ્સાવાળા વ્યક્તિ તરીકે બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વ્યક્તિ ગમે તેટલો ભણેલો હોય, જો તે પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખી શકે તો તે ગમે ત્યારે રાક્ષસ બની શકે છે. આ આપણા જીવન માટે પણ ઘણી હદ સુધી સાચું છે. જો આપણે આપણી જાતને કાબૂમાં રાખી શકતા નથી અને નાની નાની બાબતોમાં ગુસ્સો ગુમાવવાનું શરૂ કરી દઈએ છીએ. ગુસ્સો એક લાગણી હોઈ શકે છે, પરંતુ જો તે ખતરનાક સ્તરે પહોંચે છે, તો તે ઘણું બધું બરબાદ કરી શકે છે. ચાલો જાણીએ કે ગુસ્સાને કન્ટ્રોલમાં રાખવા માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકાય છે.

ગુસ્સા પર કાબૂ કેવી રીતે રાખવો?

1. એક્સરસાઇઝ 
એક્સરસાઇઝ સામાન્ય રીતે ગુસ્સો ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેનાથી મનમાં સકારાત્મકતા આવે છે અને આપણું મન ઘણી હદ સુધી ડાયવર્ટ થઈ જાય છે. જો કે દરેક વ્યક્તિ માટે તરત જ વર્કઆઉટ કરવું શક્ય નથી, આ કિસ્સામાં તમે અન્ય ઓપશન પણ અપનાવી શકો છો.

2. તમારા પ્રિયજનોને સમસ્યા જણાવો
ઘણી વખત તમે અનુભવ્યું હશે કે જ્યારે તમે તમારી સમસ્યાઓ કોઈ નજીકના મિત્ર અથવા સંબંધી સાથે શેર કરો છો, ત્યારે તમારો ગુસ્સો ઘણી હદ સુધી શાંત થઈ જાય છે. એંગર મેનેજમેન્ટ માટે આ એક જૂની ટ્રીક છે.

3. ઊંડા શ્વાસ લેવા 
જ્યારે પણ તમને લાગે કે ગુસ્સો કાબૂમાં નથી આવી રહ્યો, ત્યારે ઊંડો અને લાંબો શ્વાસ લો, જ્યાં સુધી તમે સંપૂર્ણપણે નોર્મલ ન થાવ ત્યાં સુધી આ પ્રક્રિયા કરતા રહો.

4. પંચિંગ બેગ 
જાપાનમાં ઘણી ઓફિસોમાં પંચિંગ બેગ અથવા મેનીક્વિન્સ અથવા પંચિંગ બોર્ડ રાખવામાં આવે છે, કારણ કે જો તમને કોઈ વ્યક્તિ અથવા બોસ પર ખૂબ ગુસ્સો આવે, તો તમે પન્ચિંગ બેગથી ગુસ્સો કાઢી શકો છો. આ ટ્રિક તમે તમારા ઘરે પણ અજમાવી શકો છો. તે ગુસ્સાને શાંત કરવામાં મદદ કરે છે

5. યોગ અને ધ્યાન
યોગ અથવા ધ્યાન આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેઓ વારંવાર ગુસ્સો કરે છે, તેમના માટે યોગ માનસિક શાંતિ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. આ રીતે તમે હળવાશ અનુભવશો.

(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news