#IndiaKaDNA: આજે દેશમાં એક વિધાન, એક સંવિધાન: મુખ્તાર અબ્બાસ નકવી

IndiaKaDNA E-Conclave માં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોઈ પણ કુદરતી સમસ્યા અમારા માટે આફત નથી પરંતુ આત્મવિશ્વાસ છે. સંકટકાળમાં આત્મનિર્ભરતાથી લડાઈ જીતીશું. પીએમ મોદીએ કોરોનાને પહોંચી વળવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધા. 
#IndiaKaDNA: આજે દેશમાં એક વિધાન, એક સંવિધાન: મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હી: IndiaKaDNA E-Conclave માં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોઈ પણ કુદરતી સમસ્યા અમારા માટે આફત નથી પરંતુ આત્મવિશ્વાસ છે. સંકટકાળમાં આત્મનિર્ભરતાથી લડાઈ જીતીશું. પીએમ મોદીએ કોરોનાને પહોંચી વળવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધા. 

નકવીએ રામ મંદિર મુદ્દા પર કહ્યું કે તેનો નિર્ણય સર્વસંમતિથી થયો છે. રામ મંદિર વિવાદ સેકડો વર્ષ જૂનો છે. વિપક્ષના રાજકીય અસ્ત્રા ચકનાચૂર થઈ ગયા. ત્રિપલ તલાક પર કાયદાથી અનેક લોકોની દુકાન બંધ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય છે. આજે દેશમાં એક વિધાન, એક સંવિધાન છે. મોદી સરકાર બધાનો સાથ બધાનો વિકાસ મંત્ર પર કામ કરી રહી છે. 

જુઓ LIVE TV

શું શાહીનબાગમાં ફરીથી પ્રદર્શન થશે? આ સવાલના જવાબમાં નકવીએ કહ્યું કે આ જવાબદારી પોલીસ વ્યવસ્થાની છે કે ફરીથી આવું ન થાય. દિલ્હી તોફાનો પર કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે તબલીગી જમાતના અપરાધ પર કશું કહ્યું નથી. તબલીગી જમાતે કોરોના સામેની દેશની લડાઈને નબળી પાડી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news