ચર્ચાના ચગડોળે ચડ્યો આ કિસ્સો, ગુટકા લેવા નસવાડીમાં છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા લોકો

ગુજરાતમાં હાલ એક કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જેની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. નસવાડીમા લોકડાઉનની અફવાને લઈ ગુટકા લેવા ભારે લોકો ઉમટી પડ્યા હતા. જેના બાદ વેપારીની દુકાન મામલતદાર દ્વારા બંધ કરાઈ હતી. સ્થાનિક વેપારી અને ગ્રાહક વચ્ચે છુટા હાથની મારામારી સર્જાઈ હતી. તો આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે.
ચર્ચાના ચગડોળે ચડ્યો આ કિસ્સો, ગુટકા લેવા નસવાડીમાં છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા લોકો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાલ એક કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જેની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. નસવાડીમા લોકડાઉનની અફવાને લઈ ગુટકા લેવા ભારે લોકો ઉમટી પડ્યા હતા. જેના બાદ વેપારીની દુકાન મામલતદાર દ્વારા બંધ કરાઈ હતી. સ્થાનિક વેપારી અને ગ્રાહક વચ્ચે છુટા હાથની મારામારી સર્જાઈ હતી. તો આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે.

લોકડાઉન ખૂલતા જ ગુટખા પાન મસાલા લેવા માટે લોકોની લાઈનો લાગતી હતી. લાંબી લાઈનોના દ્ર્શ્યોની તસવીરો વાયરલ થઈ હતી. પરંતુ હવે તો લોકડાઉન ખૂલી ગયું છે. આવામાં પણ જો પાનમસાલા લેવા માટે લાઈનો લાગે તો વિચારવા જેવી બાબત છે. જોકે, નસવાડીમાં તો અજીબ ઘટના બની હતી. નસવાડીની બજારમાં ગુટખા ખરીદવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સમયે વેપારી અને ગ્રાહકો વચ્ચે માથાકુટ થતાં છૂટાહાથની મારમારી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ અને મામલતદારની ટીમ દોડી ગઇ હતી અને મામલતદારે દુકાન બંધ કરાવી હતી.

પોલીસે બજારમાં જઈને મામલો થાળે પાડ્યો હતો. તો બીજી તરફ વેપારીઓએ ગ્રાહકોને સમજાવ્યા હતા. પરંતુ આ ઘટનાનો વીડિયો લોકોમાં વાયરલ થયો હતો અને લોકોએ ભરપૂર શેર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news