Crowds News

વડોદરામાં નહી થાય લોકડાઉન, લોકોની ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો, માર્કેટમાં ટોળેટોળા
કોરોનાની વિસ્ફોટક સ્થિતિ કાબૂમાં ન આવતા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યું કે સંપુર્ણ કર્ફ્યું લગાવવા માટે ઉચ્ચ સ્તરિય અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ પણ હાજર રહ્યા હતા. જો કે વડોદરાની સ્થિતી હાલ કાબૂમાં છે. એટલે હાલ કર્ફ્યુ લગાવવાની કોઇ વિચારણા નહી હોવાનું મંતવ્ય કમિશ્નરે આપ્યું હતું. જેના કારણે હાલ વડોદરામાં લોકડાઉન, કર્ફ્યું કે રાત્રી કર્ફ્યુંની કોઇ જ વિચારણ નહી હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો, ત્યારબાદ કર્ફ્યુ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. 
Nov 20,2020, 18:00 PM IST
ડાકોરમાં દર્શનાર્થીઓનાં ટોળા જોઇ આખરે ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિયમ રદ્દ કરાયો
યાત્રાધામ ડાકોરમાં શરદપૂનમના દિવસે કોરોના મહામારી વચ્ચે ભગવાન રણછોડના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત નિયમના કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા માટે પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે અઘરૂ કામ હતું. બીજી તરફ સરકારી તંત્રની કોવિડ 19 ગાઇડલાઇનના નિયમનું પાલન કડકાઇથી કરવામાં આવ્યું હતું. જો કે જેના કારણે દર્શનાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતી પેદા થઇ હતી. તો બીજી તરફ મોકો જોઇને સ્થાનિકો દ્વારા ઓનલાઇન દર્શનના રજીસ્ટ્રેશન માટે દુકાનો ખોલીને બેસી ગયા હતા. રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા વસુલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું. 
Oct 31,2020, 23:32 PM IST
હોળી અને ધૂળેટીના પ્રસંગે કાળીયા ઠાકરનાં દર્શને ભક્તોનું ઘોડાપુર
આગામી ૧૦ તારીખે ધુળેટીના દિવસે દ્વારકામાં જગતમંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે લાખો અધીરા પદયાત્રીઓ આજે દ્વારકા જગત મંદિર તરફ પહોંચવા આવ્યા છે. પદયાત્રીઓનું ઘોડાપુર આજે દ્વારકામાં ઉમટ્યું છે. દરવર્ષે  ગુજરાતભરમાંથી કાળિયા ઠાકોર એટલે કે ભગવાન દ્વારકાધિશ પર અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર લાખો પદયાત્રીઓ દ્વારકા આવે છે. પગપાળા આવતા પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે થઈ કે અનેક જગ્યા એ સેવા કેમ્પો પણ કરવામાં આવે છે. પદયાત્રીઓ  આજે દ્વારકામાં ઉમટ્તા દ્વારકા આવતા તમામ માર્ગો પર સેવાકીય કૅમ્પોનાં સેવાભાવીઓ દ્વારકા આવતા ભક્તો માટે સેવા કરી રહ્યા છે. ઠેર ઠેર દ્વારકાનાં માર્ગો ભક્તોથી ઉભરાયા છે. 
Mar 8,2020, 23:32 PM IST

Trending news