પોલીસના TikTok પર વીડિયો મૂકવાની ઘટનાઓને લઇને ડીજીપીનો પરિપત્ર
ગુજરાત પોલીસના ટીકટોક એપ પર થઇ રહેલા વાયરલ વીડિયોને અંગે રાજ્યના ડીજીપીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. સોશિયલ મિડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે ડીજીપીએ સુચના આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. હાલમાં TikTok પર વિડિયો મૂકવાની ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઇને ડીજીપીએ આપી સુચના આપી છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત પોલીસના ટીકટોક એપ પર થઇ રહેલા વાયરલ વીડિયોને અંગે રાજ્યના ડીજીપીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. સોશિયલ મિડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે ડીજીપીએ સુચના આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. હાલમાં TikTok પર વિડિયો મૂકવાની ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઇને ડીજીપીએ આપી સુચના આપી છે.
સોશિયલ મિડિયાના ઉપયોગ અંગે કાયદા અને નિયમોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે તેવો પરીપત્રમાં ઉલ્લખ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવા સુચના આપી છે.
ખાસ કરીને એક પોલીસ અધિકારી તરીક શોભે નહિ અથવા પોલીસ વિભાગ જેવું શિસ્તબધ્ધ ખાતું લોકોની ટીકાનો ભોગ બને તે પ્રકારની કોઇપણ પ્રવૃત્તિ સોશ્યલ મિડિયા પર ન કરવા ડીજીપી દ્વારા સુચન આપવામાં આવ્યું છે. પોલીસ કર્મચારી ફરજ ઉપર ન હોય અથવા યુનિફોર્મમાં ન હોય તો પણ પોલીસ બેડાનો જ ભાગ હોવાની બાબત જણાવતાં સોશ્યલ મિડિયાનો ઉપયોગ વિવેકાનુસાર અને નિયમોની મર્યાદામાં રહીને જ કરવા ટકોર કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે