Gujarat Election 2022: આ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ! છોટુભાઈને BTP મેન્ડેટ નહિ આપે તો કયા પક્ષમાંથી ચૂંટણી લડશે?

Gujarat Election 2022: આ વિશે ચૈતર વસાવાએ ઝી 24 કલાક સાથેની એસ્ક્લુઝિવ વાતમાં જણાવ્યું કે, BTP માં છોટુભાઈ અને મહેશભાઈની આંતરિક લડાઈમાં મારો ભોગ લેવાયો છે.

Gujarat Election 2022: આ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ! છોટુભાઈને BTP મેન્ડેટ નહિ આપે તો કયા પક્ષમાંથી ચૂંટણી લડશે?

Gujarat Election 2022: નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ થાય તેવી શક્યતા હતી, તે મુજબ BTP સામે BTP એટલે કે BTP  છોડી આપમાં ગયેલ ચૈતર વસાવા અને મહેશ વસાવા આમને સામને હશે, તથા બીજેપી અને કોંગ્રેસ વચ્ચે લડાઈ હતી. પરંતુ BTP ના સર્વે સર્વા ગણાતા ચૈતર વસાવાએ BTP છોડી આપમાં પ્રવેશ કર્યો અને તેઓ ડેડીયાપાડા બેઠક પરથી આપના ઉમેદવાર પણ જાહેર થયા છે. 

આ વિશે ચૈતર વસાવાએ ઝી 24 કલાક સાથેની એસ્ક્લુઝિવ વાતમાં જણાવ્યું કે, BTP માં છોટુભાઈ અને મહેશભાઈની આંતરિક લડાઈમાં મારો ભોગ લેવાયો છે. મહેશભાઈ વર્ષોથી ડેડીયાપાડા બેઠક પરથી લડતા હતા, પણ આ વખતે 2022માં મને ડેડીયાપાડા બેઠક પરથી ચૂંટણી લડાવવાના હતા ને તેઓ ઝગડીયા બેઠક પરથી લડવાના હતા. પરંતુ બાપ- બેટાની આંતરિક લડાઈમાં છોટુ ભાઈએ ઝગડીયા બેઠક પરથી જ લડવાનું નક્કી કરતા અને મહેશભાઈ ડેડીયાપાડા બેઠક પરથી લડવાના હોઈ મેં આપ  ઉમેદવારી  કરી છે.

આ પણ જુઓ વીડિયો:-

જોકે હાલ બાપ બેટા  વચ્ચે ઘમાસાણ ચાલે છે અને BTPના મેન્ડેટ મહેશભાઈ એ આપવાના હોય છે. જો મહેશભાઈ છોટુભાઈને ઝગડીયા બેઠક માટે BTP નો મેન્ડેટ નહિ આપે તો છોટુભાઈ JDUના મેન્ડેટ પર ઝગડિયાથી ચૂંટણી લડશે, પરંતુ ડેડીયાપાડા બેઠક પર કોંગ્રેસ અને BTP નું હવે કોઈ વર્ચસ્વ નથી. ગત ટર્મમાં મહેશભાઈને જીતાડવામાં મારો સહકાર હતો. હવે BTP કે કોંગ્રેસ નું અહીં વર્ચસ્વ નથી એટલે મારી એટલે કે આપની સીધી ટક્કર BJP સાથે થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news