વિધાનસભાની વાતઃ દોઢ દાયકાથી ભાજપને વફાદાર અંજાર બેઠક આ વર્ષે કેવો બતાવશે મિજાજ? શું છે સ્થિતિ?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો પણ પુરા જોરશોરથી મેદાનમાં ઉતરી પડયાં છે. ત્યારે વિધાનસભાની વાત સિરિઝના આર્ટિકલમાં વાત કરીશું કચ્છની અંજાર વિધાનસભા બેઠકની. મંદિરોનું નગર કહેવાતું અંજાર કચ્છનું સૌનું જૂનું શહેર કહેવામાં આવે છે. આ વિધાનસભા મતવિસ્તારમાં 66 જેટલા ગામોનો સમાવેશ થાય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. પરંપરાગત ગણાતા ભાજપ-કોંગ્રેસ પક્ષ સહિત આ વખતે દિલ્લીથી આવેલી આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ વખતે ગુજરાતમાં સામ-સામે જંગને બદલે ત્રિ-પાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. રાજ્યની ચોથા નંબરની અને કચ્છની મહત્વની બેઠક એટલે અંજાર વિધાનસભા બેઠક. ઐતિહાસિકની સાથે રાજકીય મહત્વ ધરાવતા આ બેઠકમાં અંજાર તાલુકો અને ભુજ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. મંદિરોનું નગર કહેવાતું અંજાર કચ્છનું સૌનું જૂનું શહેર કહેવામાં આવે છે. આ વિધાનસભા મતવિસ્તારમાં 66 જેટલા ગામોનો સમાવેશ થાય છે.
શું છે અંજાર બેઠકનું સમીકરણ?
અંજાર વિધાનસભા બેઠક પર 2 લાખ 68 હજાર 185 મતદારો છે. જેમાંથી 1 લાખ 36 હજાર 952 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 31 હજાર 233 મહિલા મતદારો છે. અંજારમાં આહિર, દલિત અને મુસ્લિમ મતદારો વધારે છે. સાથે જ કડવા પટેલ અને ક્ષત્રિય જ્ઞાતિના લોકોનું પણ પ્રભુત્વ જોવા મળે છે. તો બ્રાહ્મણ અને લોહાણા સમાજના મત પણ અંજાર બેઠક માટે નિર્ણાયક બને છે.
શું છે અંજાર બેઠકનો ઈતિહાસ?
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 વાસણભાઈ આહિર ભાજપ
2017 વાસણભાઈ આહિર ભાજપ
2007 ડૉ. નીમાબેન આચાર્ય ભાજપ
2002 ડૉ. નીમાબેન આચાર્ય કોંગ્રેસ
1998 વાસણભાઈ આહિર ભાજપ
1995 વાસણભાઈ આહિર ભાજપ
1990 નવીનભાઈ શાસ્ત્રી કોંગ્રેસ
1985 નવીનભાઈ શાસ્ત્રી કોંગ્રેસ
1980 ખીમજી જેસંગ કોંગ્રેસ
1975 ઠક્કર પ્રેમજીભાઈ કોંગ્રેસ
1972 ખીમજી જેસંગ કોંગ્રેસ
1967 એન એચ ગઝવાની કોંગ્રેસ
1962 મુળજી પરસોત્તમ SWA
વર્ષ 2022માં શું થશે?
અત્યાર સુધીમાં અંજાર બેઠક પર 13 વાર વિધાનસભાની ચૂંટણી થઈ છે. જેમાંથી પાંચ વાર ભાજપ જીત્યું છે જ્યારે સાત વાર કોંગ્રેસ જીત્યું છે. ભૂતકાળમાં આ બેઠકને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતી હતી. જો કે, છેલ્લી 3 ટર્મથી અહીંથી ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. અહીંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. અંજારથી કોંગ્રેસે રમેશ ડાંગર અને આમ આદમી પાર્ટીએ અરજણ રબારી છે.
ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે