ગુજરાતના આ શહેરમાં મિલકત લેતા પહેલા ચેતજો! બિલ્ડરો પર લાગ્યો મોટો આરોપ

સુરતમાં બિલ્ડરો દ્વારા મસમોટા પ્રોજેક્ટ શરૂ કરી દઈને  બુકિંગ શરુ કરી દેતા હોય છે. તેમજ મસમોટા વાયદાઓ દુકાન ધારકોને આપીને તેમની પાસેથી પૈસા લઈ લેવામાં આવતા હોય આવો એક બનાવ સામે આવ્યો છે.

ગુજરાતના આ શહેરમાં મિલકત લેતા પહેલા ચેતજો! બિલ્ડરો પર લાગ્યો મોટો આરોપ

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં એક પછી એક બિલ્ડરોની ઠગાઈના બનાવો સામે આવી રહ્યા છે. સુરત સરોલીના સ્વાસ્તિક ટેકસ્ટાઈલ માર્કેના બિલ્ડરો પર 200 કરોડની ઠગાઈનો આરોપ લગાવ્યો છે. નવનિર્મિત માર્કેટમાં બિલ્ડરોએ 150 વેપારી પાસેથી કરોડો રૂપિયા લઈ માર્કેટની દુકાનોનો કબજો નહીં આપ્યો હોવાનો આરોપ લાગ્યો છે. મોટી સંખ્યામાં વેપારીઓ બિલ્ડરની ઓફિસ પર જઈ વિરોધ દર્શાવ્યો છે. 

સુરતમાં બિલ્ડરો દ્વારા મસમોટા પ્રોજેક્ટ શરૂ કરી દઈને  બુકિંગ શરુ કરી દેતા હોય છે. તેમજ મસમોટા વાયદાઓ દુકાન ધારકોને આપીને તેમની પાસેથી પૈસા લઈ લેવામાં આવતા હોય આવો એક બનાવ સામે આવ્યો છે. જેમાં સ્વતિક ટેકસ્ટાઈલ માર્કેટ 2015માં બુકિંગ શરુ કર્યું હતું. ત્યારે મોટી માત્રમાં વેપારીઓએ દુકાનનું બુકિંગ કરાવીને કરોડો રૂપિયા બિલ્ડરોને ચૂકવી દીધા હતા. પરંતુ આજ દિન સુધી દુકાનો વેપારીઓને સોંપવામાં ન આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

મોટી માત્રમાં વેપારીઓ બિલ્ડરની ઓફિસ પહોંચીને રજૂઆત કરાઈ હતી વેપારીઓના આક્ષેપ છે કે કરોડો રૂપિયા લઈ ને બિલ્ડરો દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાના આરોપ મૂકવામાં આવ્યો છે જોકે આ મામલે બિલ્ડરો દ્વારા નિરાકરણ નહિ લાવે તો કાનૂન ના દરવાજા ખખડાવતી ચીમકી  વેપારીઓએ આપી છે.

જોકે આ મામલે બિલ્ડરો પણ પોતાનો લુલો વચવ કરીને કહ્યું હતું કે કોરોના અને બેંકની સમસ્યાના કારણે પ્રોજેક્ટમાં સમસ્યા આવી હતી ટૂંક સમયમાં બાંધકામ શરુ કરી દઈને જલ્દીથી વેપારીઓને પોતાની મિલકત સોંપી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news