આજે ગુજરાતમાં ભાજપની દિવાળી, રૂપાણી બોલ્યા- ગુજરાત મક્કમ ભાજપ અડીખમ
Trending Photos
- ખાનપુર ખાતે ભાજપની ભવ્ય સભા યોજાનાર છે. મોટી સંખ્યામાં અહી ભાજપના કાર્યકર્તાઓ જોડાશે
- રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે
ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાતમાં ભાજપ માટે દિવાળી જેવો દિવસ છે. તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. મનપાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. આવામાં ભાજપે (BJP) આ ભવ્ય જીતના જશ્નની શરૂઆત કરી દીધી છે. અમદાવાદમા ખાનપુર ખાતે આવેલ ભાજપના કાર્યાલયમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના વિજ્યોત્સવમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા સીઆર પાટીલ (cr patil) પણ જોડાશે. ખાનપુરમાં ભાજપની ભવ્ય વિજયી સભા યોજાશે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાર્યકરોને સંબોધન કરશે.
ભવ્ય જીત બદલ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી
જીત બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહિ. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહિ. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે. 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.
સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં
— Vijay Rupani (@vijayrupanibjp) February 23, 2021
ખાનપુરથી વિજયી સરઘસ નીકળશે
કોઈ પણ ચૂંટણીમાં જીત બાદ અમદાવાદમાં ખાનપુર ખાતે ભાજપના કાર્યાલયમાં માહોલ કંઈક અલગ જ હોય છે. અહીં ભવ્ય જીતની ઉજવણી થતી હોય છે. ખાનપુર ખાતે ભાજપની ભવ્ય સભા યોજાનાર છે. મોટી સંખ્યામાં અહી ભાજપના કાર્યકર્તાઓ જોડાશે. સભામંડપ બાંધવાની કામગીરી આરંભી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, 6 મહાનગરપાલિકાની 576માંથી 409ના ટ્રેન્ડમાં 339માં ભાજપ આગળ છે, જ્યારે 45માં કોંગ્રેસ, જ્યારે 25 બેઠકોમાં AAP અને AIMIM પાર્ટી આગળ દેખાઈ રહી છે. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે. તો અમદાવાદ અને સુરતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે