ભાજપ-આપનું ટ્વિટર વોર શરૂ! નકલી ED મુદ્દે ઈસુદાન ગઢવીએ સંભળાવી દીધું, જંગ છેડાઈ ગઈ છે તો લાંબી ચાલશે
BJP Vs AAP Twitter War : નકલી ED અધિકારી મુદ્દે ભાજપ-આમઆદમી પાર્ટી સામસામે.. હર્ષ સંઘવીની પોસ્ટ બાદ કોંગ્રેસે ભાજપ સાંસદ સાથેના ફોટા કર્યા વાયરલ.. તો ભાજપનો જવાબ, નકલી ઈડીના સૂત્રધારો આપે છે AAPને ભાગ...
Trending Photos
Gujarat Politics : ગુજરાતમાં નકલી EDની ટીમ મામલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે આવી ગઈ છે. હવે ભાજપ અને AAP વચ્ચે ટ્વીટર વોર શરૂ થયું છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે, AAPના નેતાઓ ગોટાળા કરી ભાગ બટાઈ કરે છે. તો સામે આપના નેતા ઈસુદાન ગઢવીએ જવાબ આપ્યો કે, હવે જંગ છેડાઈ ગઈ તો લાંબી ચાલશે. ત્યારે શું છે આ સમગ્ર મામલો તેના પર એક નજર કરીએ.
નકલી ઈડીની ટીમ મુદ્દે આપ અને ભાજપ સામસામે
ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ, સીએમઓ અધિકારી સહિતની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી) અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી. આ મામલે હવે ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. નકલી EDની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ AAP નેતા અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા ખળભળાટ મચ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને જવાબ આપવામાં આવ્યો છે.
ભાજપના આપ પર પ્રહાર
ત્યારે આ મામલે સામે ભાજપ દ્વારા આપ પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યો છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે, દિલ્હી રાજ્યના વડાઓ દિલ્હીમાં લીકર ગોટાળા કરી એમાં જ ભાગ બટાઈ કરે અને ગુજરાતનો "આપ" નેતા કચ્છમાં નકલી ED બની અને ગુજરાતના "આપ"નેતાઓને ભાગ આપે આ છે "આપ" ની સચ્ચાઈ.
ભાજપના જ સાંસદ અને પોલીસ સાથે પણ નકલી EDના કમાન્ડરના ફોટોગ્રાફ...#BJP #ED #gujarat #zee24kalak pic.twitter.com/cdu7CoiuQn
— Zee 24 Kalak (@Zee24Kalak) December 14, 2024
ટ્વિટ કરીને ભાગી જવું ગૃહમંત્રીને ના શોભે
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હવે જંગ છેડાઈ ગઈ તો લાંબી ચાલશે. ભાજપના સાંસદ સાથે પણ નકલી EDવાળાના ફોટા છે. ભાજપના સાંસદ સાથે નકલી EDવાળાનો શું સંબંધ છે? હર્ષભાઈ ટ્વિટ કરી ભાગી જાય છે. ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે. સમગ્ર બાબતે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. ટ્વિટ કરીને ભાગી જવું ગૃહમંત્રીને ના શોભે.
ઈસુદાન ગઢવીના આક્ષેપ
ટ્વિટર પર પોસ્ટમાં ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, હું હર્ષભાઈ ને કહેવા માગું છું કે તમે ગુજરાતના ગૃહમંત્રી છો તમે ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે. તમે જે વ્યક્તિની વાત કરો છો એ વ્યક્તિ તમારા જ સાંસદ સાથે નજીકના સંબંધો ધરાવે છે તમામ અધિકારીઓ સાથે પણ તેના સંબંધો છે એ બાબતે તમે શું કહેશો? તમારે આ સમગ્ર બાબતે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. આવો અને જાહેરમાં ચર્ચા કરો ટ્વિટ કરીને ભાગી જવું ગુજરાતના ગૃહમંત્રીને ના શોભે.
ગૃહમંત્રી ભાગે નહીં, મારી સાથે ખુલ્લી ડિબેટ કરે
તો સમગ્ર મામલે આપના નેતા ગોપાલ ઈટાલિયાએ પણ સળગતા મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ટોળકીની ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે. જે વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં નથી પરંતુ જેલમાં છે તેણે કઈ રીતે આજે કે ગઈકાલે કોઈ કબુલાત કરી? દસ દિવસ પહેલા પકડાયેલ નકલી EDના માણસ વિશે આજે ગૃહ મંત્રીને જાણકારી મળે છે કે તે વ્યક્તિએ એસપી, ભાજપ અને આપને પૈસા આપ્યા છે. ગૃહમંત્રી ભાગે નહીં, મારી સાથે ખુલ્લી ડિબેટ કરે.
કચ્છમાં પકડાયેલા નકલી EDનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર મુદ્દે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું કે, અબ્દુલ સત્તાર 11 દિવસના રિમાન્ડ પર છે. અબ્દુલ સત્તાર રૂપિયા આપ પાર્ટીને આપતો હતો. જે પૈસા આવતા હતા તે પાર્ટીના કામમાં વપરાતા હતા. 2-3 મહિના પહેલા ભૂજ સર્કિટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલીયા સહિત નેતા સાથે બેઠક કરી હતી. આપ નેતાઓની જરૂર પ્રમાણે પૂછપરછ કરાશે. અબ્દુલ સત્તાર નકલી EDનો માસ્ટર માઇન્ડ છે. અબ્દુલ સત્તાર આપ પાર્ટીનો કાર્યકર છે. અબ્દુલ સત્તારએ રિમાન્ડ દરમિયાન આ બધી કબૂલાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે