આ ગુજરાતીને કારણે ગુજરાત પોલીસ ફટાફટ ગુના ઉકેલે છે, આરોપી સુધી ચપટી વગાડતા પહોંચી જાય છે

Sketch Master : રાજ્યના અનેક એવા ગુનાઓ છે, જેના આરોપી સ્કેચના આધારે પકડાયા છે. ત્યારે સુરતના દીપેન જરીવાલાએ માત્ર વર્ણનના આધારે આરોપીના ચહેરાના 95% જેટલા સચોટ સ્કેચ તૈયાર કરીને પોલીસે ગુનાહિત ઘટનાનો ભેદ ઉકેલવામાં મદદ કરી છે. આ નામ ગુનાહિત કેસોની તપાસમાં ગુજરાત પોલીસ માટે અવિભાજ્ય બની ગયું છે.

આ ગુજરાતીને કારણે ગુજરાત પોલીસ ફટાફટ ગુના ઉકેલે છે, આરોપી સુધી ચપટી વગાડતા પહોંચી જાય છે

Surat News ચેતન પટેલ/સુરત : સુરતના દિપેન જરીવાલા, એક નામ જે હવે ગુનાહિત કેસોની તપાસમાં ગુજરાત પોલીસ માટે અવિભાજ્ય બની ગયું છે. છેલ્લા 22 વર્ષથી દિપેનભાઈ માત્ર વર્ણનના આધારે આરોપીના ચહેરાના 95% જેટલા સચોટ સ્કેચ તૈયાર કરીને પોલીસે ગુનાહિત ઘટનાનો ભેદ ઉકેલવામાં મદદ કરી છે. આશ્ચર્યજનક રીતે, દિપેનભાઈએ અત્યાર સુધીમાં 700થી વધુ કેસ સોલ્વ કરવામાં મદદરૂપ રહી છે, જેમાંથી ઘણા વિવાદાસ્પદ અને હાઈપ્રોફાઈલ કેસ સામેલ છે. જે પૈકી હાલમાં પણ વાપીમાં સૌથી ચર્ચાસ્પદ એવા સિરિયલ કિલર કેસમાં પણ દીપેનભાઈ સ્કેચ બનાવી પોલીસને મદદરૂપ બન્યા હતા.

કેવી રીતે થઈ આ કામની શરૂઆત
દિપેન જરીવાલા એ B.Sc. ઇલેક્ટ્રોનિક્સ પૂર્ણ કર્યા બાદ BCA કર્યું અને મોબાઈલ રિપેરિંગ તેમજ CCTV ઈન્સ્ટોલેશનના બિઝનેસમાં પ્રવેશ કર્યો. 2000ના દાયકાની શરૂઆતમાં, સુરત પોલીસ સાથે તેમના સહયોગની શરૂઆત ફક્ત ટેકનિકલ કામથી થઈ. તે સમયે ફોન ટેપ કરવા માટેની ટેકનિકલ સુવિધાઓ નહોતી. દિપેનભાઈએ એ માટે ખાસ સોફ્ટવેર ડિઝાઇન કર્યું, જે પછીથી તેમને પોલીસ સાથે વધુ નજીક લાવ્યું. દિપેનભાઈએ ફક્ત વર્ણનના આધારે 10-15 મિનિટમાં જ અસાધારણ ચોકસાઈ સાથે સ્કેચ બનાવવાનું કુશળતા વિકસાવી છે. 2008ના સુરત-અમદાવાદ બોમ્બ કેસથી માંડીને તાજેતરના બોપલ મર્ડર કેસ સુધી, દિપેનભાઈએ અનેક હાર્ડકોર કેસોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

અહીનાં અમુક ઉલ્લેખનીય કેસ:
• 2008: સુરત-અમદાવાદ બોમ્બ કેસ
• 2009: સુરત ચકચારી ગેંગરેપ
• 2014: અમદાવાદનો ઝવેરી મર્ડર કેસ
• 2019: વડોદરા નવલખી ગ્રાઉન્ડ ગેંગરેપ
• 2021: રાજકોટ સ્ટોન કિલર કેસ
2024:વાપી સિરિયલ કિલર કેસ

બોપલ મર્ડર કેસમાં મોટી ભૂમિકા:
હાલમાં બોપલ મર્ડર કેસમાં દિપેનભાઈએ બનાવેલા સ્કેચના આધારે આરોપીની ધરપકડ મિનિટોમાં થઈ હતી. આ ઘટના ફરીવાર દર્શાવે છે કે કેવી રીતે દિપેનભાઈનો કળા અને તાર્કિક વિચારો પોલીસને અપરાધીઓ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે.

19 વર્ષીય કોલેજીયન યુવતીના રેપ વિથ મર્ડરના આરોપીને પકડવા માટેની ઇનસાઇડ સ્ટોરી સાંભળી તમે પણ આશ્ચર્ય મુકાઈ જશો. સિરિયલ કિલરને પકડવા માટે પોલીસે સુરતના સ્કેચ આર્ટિસ્ટ દીપેન જગીવાલા પાસેથી સ્કેચ બનાવડાવ્યો હતો. સાથે અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં દેખાતા આરોપીના ફૂટેજ પોલીસ દ્વારા સુરત લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલના કર્મચારી કર્મચારીએ ઈ -પ્રિઝનર વેબસાઈટથી શોધખોળ કરી અને ત્યારે પોલીસને ખબર પડી કે આરોપી અગાઉ જોધપુર જેલમાં હતો અને આ કડીના આધારે તેમજ જેલના કેદીઓએ સિરિયલ કિલરને ઓળખી કાઢ્યો, એ કારણે આ સીરીયલ કિલર સુધી પોલીસ પહોંચી શકી હતી.. હજારો આરોપીને જોયા બાદ તેને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.

‘‘આઝાદી બાદની પેઢીમાંથી આવો અનોખો કળાકાર, જે ટેકનોલોજી અને કળાના મિશ્રણ દ્વારા સમાજ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, તે શ્રદ્ધા પાત્ર છે. “મારા માટે આ કામ ફક્ત નોકરી નથી, એ સમાજ માટેનો દાયિત્વ છે, તેવું દિપેનભાઈ કહે છે. દિપેન જરીવાલાની કળા ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ દેશ માટે પણ ગૌરવ છે. તેમની સેવાઓ પુરાવા છે કે કળા અને ટેકનોલોજીનો સંયોજન વધુ સારું અને સુરક્ષિત સમાજ નિર્માણ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news