મહેસૂલ વિભાગના સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, છવાયો આનંદનો માહોલ

રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગના સરકારી કર્મચારીઓને નોકરીના 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 

મહેસૂલ વિભાગના સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, છવાયો આનંદનો માહોલ

ઝી બ્યુરો/ગાંધીનગર: મહેસૂલ વિભાગના સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગારમાં વધારો મળશે. મહેસૂલ વિભાગ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરાયો હતો. તમને જણાવી દઈએ કે અગાઉ 12 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ મળતું હતું. 

આ વિશે જાણવા મળી રહ્યું છે કે મહેસુલ વિભાગના કર્મચારીઓને પ્રમોશન અંગેના નિયમોમાં ફેરફાર કરીને ભેટ આપવામાં આવી છે. જેથી મહેસુલ વિભાગના કર્મચારીઓમાં આનંદનો માહોલ છવાયો છે. રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગના સરકારી કર્મચારીઓને નોકરીના 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 

મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના પ્રમોશનને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ મહેસૂલ વિભાગના કર્મીઓને 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે કલેકટર કચેરીના મહેકમ અને અન્ય કચેરીઓના ફરજ બજાવતા કર્મચારીઓએ ખાતાના વડાની કચેરીએ ઉચ્ચતર પગાર ધોરણ માટે દરખાસ્ત કરવાની રહેશે. પ્રમોશન માટેના અલગ અલગ આઠ મુદ્દાઓનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેસુલ વિભાગના કર્મચારીઓને 12 અને 24 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવતું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news