ભારતમાં પણ તુર્કી જેવા ભૂકંપનો ખતરો? આ રાજ્ય માટે વૈજ્ઞાનિકે જાહેર કરી મોટી ચેતવણી
તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે. હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે અને ભૂકંપના ઝટકા બંધ થયા નથી. આ વચ્ચે ભારતમાં ખતરનાક ભૂકંપની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Earthquake In Uttarakhand: તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા. લાખો લોકો બેઘર બન્યા અને લગભગ એટલા જ લોકો ઘાયલ થયા. છેલ્લા ઘણા દિવસોથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે. આ બધાની વચ્ચે ભારતના નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિકે ઉત્તરાખંડમાં પણ તુર્કી જેવા ભૂકંપની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે તુર્કીની તીવ્રતાનો ભૂકંપ ઉત્તરાખંડમાં પણ આવી શકે છે.
ડો. એન પૂર્ણચંદ્ર રાવે એક અખબાર સાથે વાતચીતમાં જણાવ્યું કે ઉત્તરાખંડ ક્ષેત્રમાં સપાટી નીચે ખુબ તણાવ પેદા થઈ રહ્યો છે અને તણાવને દૂર કરવા માટે એક ભૂકંપનું આવવું ફરજીયાત હોય છે. પરંતુ તેમણે કહ્યું કે ભૂકંપની તારીખ અને સમયની ભવિષ્યવાણી ન કરી શકાય.
'જીપીએસ પોઈન્ટ આગળ વધી રહ્યા છે'
તેમણે કહ્યું, "અમે ઉત્તરાખંડ પર કેન્દ્રીત હિમાલયના ક્ષેત્રમાં લગભગ 80 સિસ્મિક સ્ટેશનો સ્થાપિત કર્યા છે. અમે વાસ્તવિક સમયમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમારા ડેટા દર્શાવે છે કે તણાવ ઘણા સમયથી એકઠા થઈ રહ્યો છે. અમારી પાસે આ વિસ્તારમાં GPS નેટવર્ક છે. " જીપીએસ પોઈન્ટ ખસેડી રહ્યો છે, જે સપાટીની નીચે ફેરફારો સૂચવે છે."
ઉત્તરાખંડમાં પણ આવી શકે છે વિનાશક ભૂકંપ
ડો. રાવે કહ્યુ કે પૃથ્વીની સાથે શું થઈ રહ્યું છે, તે નક્કી કરવા માટે વેરિયોમેટ્રિક જીપીએસ ડેટા પ્રોસેસિંગ વિશ્વસનીય રીતમાંથી એક છે. રાવે ભાર આપીને કહ્યું- અમે ચોક્કસ સમય અને તારીખની ભવિષ્યવાણી ન કરી શકીએ, પરંતુ ઉત્તરાખંડમાં ગમે ત્યારે ભારે ભૂકંપ આવી શકે છે. નોંધનીય છે કે વેરિયોમીટર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ભિન્નતાને માપે છે.
8 અને તેનાથી વધુ તીવ્રતાના ભૂકંપોને 'ગ્રેટ અર્થક્વેક' કહેવામાં આવે છે. ડો. રાવે કહ્યુ કે તુર્કિએમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમણે કહ્યું- ટેક્નિકલ રીતે તેને એક મોટો ભૂકંપ ન કહી શકાય, પરંતુ ખરાબ ગુણવત્તાવાળા નિર્માણ સહિત ઘણા કારણોને લીધે તુર્કિએમાં તબાહી વધુ હતી.
8 થી વધુની તીવ્રતા સાથેનો ભૂકંપ
તેમણે કહ્યું કે હિમાલયના ક્ષેત્રમાં 8થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના છે. આ વિસ્તાર જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો છે. "નુકસાન વસ્તીની ગીચતા, ઇમારતોની ગુણવત્તા, પર્વતો અથવા મેદાનો પરના બાંધકામ પર આધાર રાખે છે... અમે માનીએ છીએ કે ભૂકંપની તીવ્રતા તુર્કીના સમાન અથવા તેના કરતા વધુ હશે,"
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે