પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Patan Medical College Ragging : પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલો,, એન્ટી રેગિંગ કમિટી દ્વારા 27 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ લેવાયો નિર્ણય,, 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ,, કોલેજના ડીનની ફરિયાદ બાદ કરાઈ કાર્યવાહી
Trending Photos
Patan News : પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમની સામે FIR નોંધાયા બાદ ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. મહત્વનું છે કે, શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓને સતત સાડા ત્રણ કલાક ઉભા રાખી રેગિંગ કરાયું
ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો મામલે કોલેજની એન્ટી રેગિંગ કમિશન દ્વારા તપાસ હાથ ધરાઈ છે. રેગિંગ કમિટીના સિનિયર ડોક્ટરોએ સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓની અલગ અલગ પૂછપરછ કરી. મોડી રાત સુધી તપાસ કામગીરી ચાલી હતી. તપાસ બાદ સામે આવ્યું કે, 15 સિનિયર વિદ્યાર્થીઓએ સતત સાડા ત્રણ કલાક સુધી જુનિયર વિદ્યાર્થીઓને ઉભા રાખી ગીતો ગવડાવી ડાન્સ કરાવી રૂમની બહાર ન જવા દઇ રેગિંગ કર્યું હતું. મેડિકલ કોલેજે જવાબદાર 15 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. મેડિકલ કોલેજના એડિશનલ ડીને બાલીસણા પોલીસ મથકે 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
- પ્રવીણ વરજંગભાઈ ચૌધરી
- વિવેક ગમનભાઈ રબારી
- ઋત્વિક પુરુષોત્તમભાઈ લીંબડીયા
- મેહુલ પ્રતાપભાઈ ઢેઢાતર
- સુરજલ રૂડાભાઈ બલદાણીયા
- હરેશ ગંભીરભાઈ ચાવડા
- વૈભવ વિકેશભાઈ રાવલ
- પરાગ ભરતભાઈ કલસરિયા
- ઉત્પલ શૈલેષભાઈ વસાવા
- વિશાલ લગધીરભાઈ ચૌધરી
- અવધેશ અશોકભાઈ પટેલ
- હિરેન મનસુખભાઈ પ્રજાપતિ
- તુષાર પીરાભાઈ ગોહેલકર
- પ્રકાશ માધાભાઈ દેસાઈ
- જૈમીન સવજીભાઈ ચૌધરી
પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં રેંગિગ બાદ વિદ્યાર્થીના મૃત્યુમાં એન્ટી રેગિંગ કમિટીએ તપાસનો દોર શરૂ કરાયો છે. કમિટીએ અત્યાર સુધીમાં 26 વિદ્યાર્થીઓના નિવેદન લીધા છે. કમિટીએ રિપોર્ટ કોલેજના ડીનને સોંપ્યો. રિપોર્ટમાં 15 વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનું સામે આવ્યું છે. રિપોર્ટના આધારે કોલેજના પ્રોફેસર અનિલ ભઠીજાએ ફરિયાદ નોંધાવી છે. કુલ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં 15 વિદ્યાર્થીઓએ પહેલા વર્ષના વિદ્યાર્થીને સાડા ત્રણ કલાક ઉભા રખાવી, ગીતો ગવડાવી, ડાન્સ કરાવી રેગિંગ કર્યાનો ઉલ્લેખ કરાયો છે.
ABVP ના કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલાની ગંભીરતાથી નોંધ લેવાઈ છે. મેડિકલ હોસ્પિટલમાં mbbs ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણીયાનું મોત નિપજ્યું છે. ઘટનાના પગલે મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરો ઘારપુર ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ABVP સંગઠનના કાર્યકરોએ ઘારપુર હોસ્પિટલ ખાતે સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી. પોલીસ દ્વારા 8 થી વધુ ABVP ના કાર્યકર્તાઓને ડિટેન કરાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે