વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? ભાનુબેનનો VIDEO જોઇને તમે શું કહેશો?

રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગઈ છે, ભ્રષ્ટ અધિકારીઓ અને કૌભાંડી સત્તાધીશોના પાપે 27 નિર્દોષ જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ. સરકારે મૃતકોને 4 લાખની સહાયની આપી દીધી અને તપાસ માટે SITની રચના કરી દીધી.

વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? ભાનુબેનનો VIDEO જોઇને તમે શું કહેશો?

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટની ગોઝારી ઘટના પછી એક પછી નેતાઓ પ્રગટ થઈ રહ્યા છે, અને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ઘટના બની ત્યારે ન દેખાયેલા નેતાઓ હવે મીડિયા સમક્ષ આવીને પોતાના આંસુ સારી રહ્યા છે. જેમાં હવે કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયા પણ આવ્યા. બાબરિયાએ મીડિયાના કેમેરા સામે આવીને આંસુ પાડ્યા અને આરોપીઓને કડક સજા થશે તેવું આશ્વાસન આપ્યું.

  • અગ્નિકાંડના પછી મીડિયા સામે આવ્યા મંત્રીજી
  • 6 દિવસ પછી કેબિનેટ મંત્રીને થયું દુઃખ?
  • અત્યાર સુધી ક્યાં હતા તમે બાળ વિકાસ મંત્રી?
  • તમારા વિસ્તારમાં થયેલા મોત માટે કોણ જવાબદાર?

રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગઈ છે, ભ્રષ્ટ અધિકારીઓ અને કૌભાંડી સત્તાધીશોના પાપે 27 નિર્દોષ જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ. સરકારે મૃતકોને 4 લાખની સહાયની આપી દીધી અને તપાસ માટે SITની રચના કરી દીધી પરંતુ આ તપાસ અને સહાયથી શું જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તે પાછા મળવાના છે?. જેટલી આક્રમતા અને સંવેદનશિલતા હવે બતાવી છે એટલી જો પહેલા બતાવી હોત તો આજે એ 27 જિંદગી આપણી સૌની વચ્ચે હોત. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરિયા પણ મીડિયા સમક્ષ આવ્યા અને પોતાનું નિવેદન આપતા તેમણે આંખમાં આંસુ સાર્યા અને સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કર્યો. 

ભાનુ બહેન મીડિયા સમક્ષ ભાવુક થઈ ગયા પરંતુ તમે ભાવુક થશો અને આંખમાંથી આંસુ વહાવશો તો શું થશે?.જેણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે પાછા આવી જશે?. અરે બહેન તમે જે વિસ્તારમાં રહો છો, જે વિસ્તારમાંથી ધારાસભ્ય છો અને જે વિસ્તારના તમે કોર્પોરેટર છો તે જ વિસ્તારમાં ગોઝારી ઘટના બની હતી. એટલું જ નહીં આ અગ્નિકાંડનો જે આરોપી છે ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયા તમારી જ સોસાયટીમાં રહે છે, તમારી સામે જ રહે છે. તમારી નજર સમક્ષ તે કાળી કમાળીનો કરોડોનો બંગલો બનાવી રહ્યો છે. પરંતુ તેને તમને જરા પણ દુઃખ નથી...નતો તેને રોકવાનો ક્યારેય પ્રસાસ કર્યો....હવે તમે ડાહી ડાહી વાતો કરીને ગોળ ગોળ જવાબ આપો છો?

  • ભાનુબહેન બાબરિયા જ્યાંથી ધારાસભ્ય અને કોર્પોરેટર ત્યાં બની હતી ઘટના
  • અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠિયા ભાનુબહેનની સોસાયટીમાં રહે છે

મત લેવા માટે તો ગલી ગલી અને ઘરે ઘરે ફરનારા. મતદાન માટે એક એક મતદારોને વીણી વીણીને પોતાની તરફેણમાં મતદાન કરાવનારા મંત્રીજીને કૌભાંડી મનસુખ સાગઠિયા વિશે ખબર નથી. કેવી ગજબની વાત છે?. જે કૌભાંડી પોતાનો જ પાડોશી હોય તેની ખબર ન હોય તેવું બને ખરાં? તમે માત્ર એવું જ રટણ કરી રહ્યા છો કે તપાસ ચાલી રહી છે. અરે તપાસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં SIT કરી રહી છે તે આખા ગુજરાતને ખબર છે. પરંતુ તમે તમારા પાડોશી કૌભાડી સાગઠિયા વિશે એક પણ શબ્દ નથી ઉચ્ચારતા જેના કારણે તમારી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે...

ભાનુબહેન બાબરિયા તમે આ રાજ્યના એક જવાબદાર મંત્રી છો, મહિલા અને બાળ વિકાસ જેવું મહત્વનું મંત્રાલય તમારી પાસે છે અને અગ્નિકાંડમાં જે મોત થયા તેમાં સૌથી વધારે બાળકો છે. તો અમે તમને કેટલાક સવાલો પૂછવા માંગીએ છીએ. ભાનુબહેન તમે સાગઠિયા વિશે કેમ બોલવાનું ટાળ્યું? તમારા પાડોશી સાગઠિયાની તમને ખબર નથી? તમે ઝી 24 કલાક સમક્ષ કેમ ગોળ ગોળ જવાબો આપ્યા? તમારી નજર સમક્ષ કૌભાંડીનો બંગલો બની રહ્યો છે પણ તમને ખબર નથી? બહેન તમારો આ ગુનગારો સાથે કોઈ સંબંધ તો નથીને?, બહેન તમે સાગઠિયાને બચાવી તો નથી રહ્યાને? બહેન આરોપીઓ સાથે તમારો કોઈ સંબંધ નીકળ્યો તો? તમારો સંબંધ નીકળ્યો તો માત્ર જાહેર જીવન છોડી દેવું પુરતુ છે?. બહેન આવા તો અનેક સવાલ છે જે રાજકોટ અને ગુજરાતની જનતા પૂછી રહી છે.

  • ભાનુબહેન તમે સાગઠિયા વિશે કેમ બોલવાનું ટાળ્યું?
  • તમારા પાડોશી સાગઠિયાની તમને ખબર નથી?
  • તમે ZEE 24 કલાક સમક્ષ કેમ ગોળ ગોળ જવાબો આપ્યા?
  • કૌભાંડીનો બંગલો બની રહ્યો છે પણ તમને ખબર નથી?
  • બહેન તમારો આ ગુનગારો સાથે કોઈ સંબંધ તો નથીને?
  • બહેન તમે સાગઠિયાને બચાવી તો નથી રહ્યાને?
  • બહેન આરોપીઓ સાથે તમારો કોઈ સંબંધ નીકળ્યો તો?
  • તમારો સંબંધ નીકળ્યો તો માત્ર જાહેર જીવન છોડી દેવું પુરતું છે?

બહેન તમે મીડિયા સમક્ષ એક બહુ મોટી વાત કરી કે જો મારી સામે આરોપ સિદ્ધ થયા તો જાહેર જીવન છોડી દઈશ. ભાનુ બહેન જો તમે આરોપી નીકળ્યા તો માત્ર જાહેર જીવન છોડવાથી કંઈ નહીં થાય. તમારે પણ જેલના સળિયા પાછળ જવું પડશે. ઓફિસમાં એસીની ઠંડી હવા ખાવાની જગ્યાએ જેલમાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે ત્યારે હવે સૌ જનતા આશા રાખી રહી છે કે 27 નિર્દોષના હત્યારાઓને કડક સજા થાય અને તેમાં તમે પણ સહયોગ કરશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news