Exit Polls 2024: નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા

Exit Poll Results: દેશમાં આજે લોકસભા ચૂંટણીમાં સાતમાં તબક્કાનું મતદાન થયું હતું. સાતમાં તબક્કાનું વોટિંગ પૂર્ણ થવાની સાથે દેશમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. આ વચ્ચે એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે. 

Exit Polls 2024: નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાની 542 બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે પરંતુ તે પહેલા વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર કર્યા. જેમાં 6 જેટલાં એક્ઝિટ પોલમાં NDAને 350થી વધુ વોટ અને I.N.D.I.A.ને 125થી 161 બેઠકો મળવાની આશા છે ત્યારે શું એક્ઝિટ પોલ પરિણામમાં ફેરવાશે કે પછી પરિવર્તન થશે?. જોઈશું આ રિપોર્ટમાં...

દિલ્લીમાં 4 જૂને કોની સરકાર બનશે?
શું નવી દિલ્લીમાં મોદી સરકાર જીતની હેટ્રિક લગાવશે?
શું ઈન્ડિયા ગઠબંધન જીત મેળવી શકશે ખરું?

આ સવાલના જવાબ તો 4 જૂને મતગણતરી દરમિયાન સામે આવશે પરંતુ તે પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલ અને એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલ્સ જાહેર કર્યા. જેમાં મેટ્રિઝના સર્વેમાં NDA ગઠબંધનને 353થી 368 બેઠક મળવાનું અનુમાન છે. તો ઈન્ડિયા ગઠબંધનને 118થી 133 બેઠક મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં માત્ર 43થી 48 બેઠક આવવાનું અનુમાન છે.

P-MARQના એક્ઝિટ પોલ પ્રમાણે NDA ગઠબંધનને 359 બેઠક મળવાનું અનુમાન છે. તો ઈન્ડિયા ગઠબંધનને 154 બેઠક મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં માત્ર 30 બેઠક આવવાનું અનુમાન છે. જન કી બાતના એક્ઝિટ પોલ પ્રમાણે NDA ગઠબંધનને 362થી 392 બેઠક મળવાનું અનુમાન છે. તો ઈન્ડિયા ગઠબંધનને 141થી 161 બેઠક મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં માત્ર 10થી 20 બેઠક આવવાનું અનુમાન છે.

ઈન્ડિયા ન્યૂઝ-પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ પ્રમાણે NDA ગઠબંધનને 371 બેઠક મળવાનું અનુમાન છે. તો ઈન્ડિયા ગઠબંધનને 125 બેઠક મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં માત્ર 47 બેઠક આવવાનું અનુમાન છે. ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલ પ્રમાણે NDA ગઠબંધનને 342થી 378 બેઠક મળવાનું અનુમાન છે. તો ઈન્ડિયા ગઠબંધનને 153થી 169 બેઠક મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં માત્ર 21થી 23 બેઠક આવવાનું અનુમાન છે.

એક્ઝિટ પોલમાં કેન્દ્રની અંદર મોદી સરકાર હેટ્રિક મારતી જોવા મળી રહી હોવાનું અનુમાન છે ત્યારે ભાજપના નેતાઓએ તેને આવકાર્યો. તો વિપક્ષના નેતાઓએ એક્ઝિટ પોલને નકારી દીધો છે. હાલ તો એક્ઝિટ પોલ સામે આવ્યા છે પરંતુ મતગણતરી 4 જૂને આવશે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે શું એક્ઝિટ પોલ પરિણામોમાં પરિવર્તિત થાય છે કે નહીં.

પક્ષ    બેઠક
NDA     353-368
INDIA    118-133
અન્ય    43-48

P-MARQનો એક્ઝિટ પોલ
પક્ષ    બેઠક
NDA     359
INDIA    154
અન્ય    30

જન કી બાતનો એક્ઝિટ પોલ
પક્ષ    બેઠક
NDA     362-392
INDIA    141-161
અન્ય    10-20

ઈન્ડિયા ન્યૂઝ-પોલસ્ટ્રેટનો એક્ઝિટ પોલ 
પક્ષ    બેઠક
NDA     371
INDIA    125
અન્ય    47

ન્યૂઝ નેશનનો એક્ઝિટ પોલ
પક્ષ    બેઠક
NDA     342-378
INDIA    153-169
અન્ય    21-23
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news