3 વર્ષ બાદ ભાદર ડેમ 100 ટકા ભરાયો, કાંઠા પરના 7 ગામોને એલર્ટ
Trending Photos
અલ્પેશ સુથાર/મહીસાગર :ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ (Monsoon) 120 ટકા થયો છે. લગભગ દરેક જિલ્લામાં સારા વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાતના દરેક ડેમમાં પાણીની એટલી સારી આવક થઈ છે કે, હવે પછીનું વર્ષ ગુજરાત માટે સારુ જશે. ઉનાળામાં પણ પાણીની તંગી નહિ પડે. ત્યારે મહીસાગર (Mahisagar) જિલ્લાનો ભાદર ડેમ (Bhadar Dam) છેલ્લા ત્રણ વર્ષ બાદ આ વર્ષે 100 ટકા જેટલો ભરાયો છે. જેને કારણે કાંઠા પરના 7 ગામોને એલર્ટ (Alert) પર મૂકાયા છે. તો બીજી તરફ, સિંચાઈને લઈ ખેડૂતો (Farmers) માટે રાહતના સમાચાર કહી શકાય.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદર ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે, છેલ્લા ત્રણ વર્ષ બાદ ભાદર ડેમમાં 100 ટકા જેટલું પાણી આવ્યું છે. પાણીની આવક થતા ખાનપુર અને વીરપુર તાલુકાના ખેડૂતો માટે સિંચાઈ માટે સારા સમાચાર કહી શકાય. ભાદર ડેમ હાલ 123થી પણ વધુ સપાટી સુધી ભરાઈ જવા પામ્યો છે. જે ભયજનક સપાટીને પાર કરવામાં માત્ર 1 ફૂટ દૂર છે. ત્યારે સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ, આજે રાત્રિ દરમિયાન પણ ડેમના ગેટ ખોલવાની ફરજ પડી શકે તેમ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ઓછા પડેલા વરસાદના કારણે ભાદર ડેમ માત્ર 40 થી 50 ટકા જેટલો જ ભરાતો હતો. ગત વર્ષના ઉનાળાની શરૂઆત બાદ જ ડેમમાં માત્ર 7 ટકા જેટલું જ પાણી રહી ગયું હતુ. જેને લઈને ખાનપુર તેમજ વીરપુર તાલુકાના ખેડુતો માટે સિંચાઈ તેમજ પીવાના પાણી વિશે અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ ત્રણ વર્ષ બાદ ડેમ 100 ટકા જેટલો ભરાઈ જતા તંત્ર દ્વારા 7 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ડેમમાં નવા નીરને લઈને સિંચાઈ માટે સારા સમાચારને લઈ ખેડુતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે