નિર્ભયા કેસઃ હવે ફાંસી દૂર નહીં, રાષ્ટ્રપતિએ નકારી દોષી અક્ષયની દયા અરજી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના ત્રીજા દોષી અક્ષય ઠાકુરની દયા અરજી પણ નકારી દીધી છે. આ પહેલા મુકેશ કુમાર સિંહ અને વિનય શર્માની દયા અરજી પણ નકારી દીધી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના ત્રીજા દોષી અક્ષય ઠાકુરની દયા અરજી પણ નકારી દીધી છે. આ પહેલા મુકેશ કુમાર સિંહ અને વિનય શર્માની દયા અરજી પણ નકારી દીધી હતી. હવે એકમાત્ર દોષી પવન ગુપ્તાની પાસે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરવાનો વિકલ્પ બાકી છે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓએ બુધવારે મોડી સાંજે જાણકારી આપી કે રાષ્ટ્રપતિએ નિર્ભયા કેસના ત્રીજા આરોપી અક્ષય ઠાકુરની ક્ષમા આપતી અરજીને નકારી દીધી છએ. થોડા દિવસ પહેલા જ તેણે રાષ્ટ્રપતિને ફાંસીથી બચાવવા માટે અરજી કરી હતી. એક અધિકારીએ કહ્યું, 'રાષ્ટ્રપતિએ દયા અરજી નકારી દીધી છે.'
President Ram Nath Kovind has rejected mercy petition of Akshay Thakur, one of the convicts in 2012 Delhi gang rape case. pic.twitter.com/LzQQbtS36Y
— ANI (@ANI) February 5, 2020
રાષ્ટ્રપતિની પાસે સૌથી પહેલા દયા અરજી કરનાર મુકેશે અરજી રદ્દ થયા બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેને ત્યાંથી રાહત મળી નથી. 16 ડિસેમ્બર, 2012ના દિલ્હીમાં નિર્ભયાની સાથે થયેલી બર્બરતાની ઘટનાના ચારેય આરોપીઓ વિરુદ્ધ બે વખત ડેથ વોરંટ જારી થઈ ચુક્યું છે, પરંતુ ફાંસીની સજા ટાળવા માટે ચારેય વારાફરથી કાયદાકીય ઉપાયોગનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ઇરાદામાં તેને મોટા ભાગે સફળતા મળી નથી.
પટિયાલા હાઉસ કોર્ટે 1 ફેબ્રુઆરીએ ફાંસી પર લટકાવવા માટે પોતે જારી કરેલ બીજા ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેની વિરુદ્ધ કેન્દ્ર અને દિલ્હી સરકારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે દોષીતોને સાત દિવસનો સમય આપ્યો છે. હવે કેન્દ્ર અને દિલ્હી સરકારે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે