Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે સરકારી નોકરીઓ માટે જાહેર કર્યું ભરતી કેલેન્ડર
અરવિંદ કેજરીવાલે ગુજરાતનું ભરતી કેલેન્ડર જાહેર કરતા જણાવ્યું હતું કે, અમે ડિસેમ્બરમાં સરકાર બનતાં ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા કરાવીશું, તેનું એપ્રિલમાં પરિણામ અને ત્યારબાદ ભરતી કરીશું. મે માસમાં ટેટ અને ટાટની પરીક્ષા જુલાઈમાં પરિણામ આપીશું.
Trending Photos
Arvind Kejriwal Gujarat Visit: દિલ્લીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદના નરોડામાં એક ચૂંટણી સભા ગજવી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ભરતી કેલેન્ડર વિશે પણ વાત કરી છે.
અરવિંદ કેજરીવાલનું ભરતી કેલેન્ડર
અરવિંદ કેજરીવાલે ગુજરાતનું ભરતી કેલેન્ડર જાહેર કરતા જણાવ્યું હતું કે, અમે ડિસેમ્બરમાં સરકાર બનતાં ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા કરાવીશું, તેનું એપ્રિલમાં પરિણામ અને ત્યારબાદ ભરતી કરીશું. મે માસમાં ટેટ અને ટાટની પરીક્ષા જુલાઈમાં પરિણામ આપીશું. જે તે ઉમેદવાર પરીક્ષામાં પાસ થશે તેઓ જે માંગશે તે જિલ્લામાં પોસ્ટીગ અને પોસ્ટીગ બાદ જિલ્લાની ખાલી જગ્યા ચેક કરી બાકીની ભરતી કરાશે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, આગામી વર્ષે નવેમ્બરમાં સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરની ભરતી થશે. વેઇટીંગ લિસ્ટ ઓપરેટ થશે. પહેલાં સિનિયર પોસ્ટ ભરાશે, ત્યારબાદ જુનિયર પોસ્ટ ભરાશે. એટલું જ નહીં, સ્પર્ધાત્તમક પરીક્ષા માટે ઉમેદવારો માટે બસમાં મફત મુસાફરીની પણ સુવિધા આપીશું. જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં 80 ટકા રોજગાર ગુજરાતીઓની પહેલી પસંદ હશે.
ગુજરાતના તમામ યુવાનોને 5 વર્ષમાં સરકારી નોકરીઓ આપવામાં આવશે તેવી કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે