Gold Price Today: નવરાત્રિ પહેલા સોનાની કિંમતમાં મોટો ફેરફાર, ચાંદી થઈ સસ્તી, ભાવ જાણી થઈ જશો ખુશ
Gold Price Today: આ સપ્તાહે સોના અને ચાંદીની કિંમત કેવી રહી. તમે પણ સોનાની ખરીદી કરતા પહેલા જાણી લો માર્કેટનો હાલ. સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો?
Trending Photos
નવી દિલ્હીઃ Gold-Silver Price Today: જો તમે સોના-ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કરીદી પહેલા જાણી લો કે સોની બજારમાં સ્થિતિ કેવી રહી છે અને આવનારા દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે કે તેજી? આ કારોબારી સપ્તાહમાં ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો સોનું 50 હજારથી નીચે આવી ગયું છે.
કેવી રહી સોનાની સ્થિતિ?
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજીએ (IBJA) ની વેબસાઇટ પ્રમાણે આ કારોબારી સપ્તાહમાં 24 કેરેટ સોનાનો ભાવ 49320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો શુક્રવારે ગોલ્ડનો ભાવ વધી 49,432 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. પાછલા કારોબારી સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં 112 રૂપિયાની તેજી જોવા મળી છે.
ગોલ્ડનો લેટેસ્ટ રેટ્સ (Gold Latest Price)
19 સપ્ટેમ્બર 2022 - 49,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
20 સપ્ટેમ્બર 2022 - 49,368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
21 સપ્ટેમ્બર 2022 - 49,606 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
22 સપ્ટેમ્બર 2022 - 49,894 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
23 સપ્ટેમ્બર 2022 - 49,432 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
શું થયો ચાંદીનો ભાવ
ચાંદીની કિંમતની વાત કરીએ તો સિલ્વરનો ભાવ 56,354 થી ઘટીને 56100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. ચાંદીની કિંમતમાં આશરે 254 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે.
ચાંદીના લેટેસ્ટ ભાવ (Silver Latest Rates Today)
19 સપ્ટેમ્બર 2022 - રૂ 56,354 પ્રતિ કિલો
20 સપ્ટેમ્બર 2022 - રૂ 56,354 પ્રતિ કિલો
21 સપ્ટેમ્બર 2022 - રૂ 56,667 પ્રતિ કિલો
22 સપ્ટેમ્બર 2022 - રૂ 57,343 પ્રતિ કિલો
23 સપ્ટેમ્બર 2022 - રૂ 56,100 પ્રતિ કિલો
સોનું ખરીદતા પહેલા આ ધ્યાન રાખો
જો તમે પણ માર્કેટમાંથી સોનાની ખરીદી કરો છો તો હોલમાર્ક જોઈને ગોલ્ડની ખરીદી કરો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.
આ રીતે ચેક કરો તમારા શહેરના ભાવ
તમે સોનાની કિંમત ઘરે બેસીને પણ ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને પ્રાઇઝ ચેક કરી શકો છો. તમે જે નંબરથી મેસેજ કરો છો તે નંબર પર તમને મેસેજ આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે