ગુજરાતની ગરબા ક્વીનને નેહા કક્કરનો જવાબ, ગીત પર વિવાદમાં ફાલ્ગુની પાઠકનું નામ લીધા વગર કહ્યું...
Trending Photos
અમદાવાદ :બોલિવુડ સિંગર નેહા કક્કરનું નવુ ગીત ‘મૈને પાયલ હૈ છનકાઈ’ હાલ વિવાદોમાં છે. આ ગીતને લઈને ફાલ્ગુની પાઠકે સવાલો ઉઠાવ્યા હતા. ગુજરાતી ગરબા ક્વીનને નેહા કક્કરે લાંબો લચક જવાબ આપ્યો છે. નેહા કક્કરે ફાલ્ગુની પાઠકનું નામ લીધા વગર જવાબ આપતી પોસ્ટ કરી છે.
નેહાએ પોસ્ટમાં શું કહ્યું...
નેહાએ અલગ અલગ પોસ્ટ અને સ્ટોરીઝમાં જવાબ આપ્યો છે. નેહાએ જવાબમાં કહ્યું કે, હું આજે કેવું ફીલ કરું છું. મેં જીવનમાં જે હાંસિલ કર્યું તેવું વિશ્વમાં ઘણા ઓછા લોકો મેળવી શકતા હોય છે. મેં ઘણી જ નાની ઉંમરમાં પ્રેમ, લોકપ્રિયતા તથા અગણિત સુપરહિટ ગીતો આપ્યાં છે. અગણિત ટીવી શો, વર્લ્ડ ટૂર કરી. નાનાં બાળકોથી લઈ વૃદ્ધો મારા ચાહકો છે. તમને ખ્યાલ છે, મારી ટેલન્ટ, પરિશ્રમ, ધીરજ તથા હકારાત્મકતાને કારણે મને આ બધું જ મળ્યું છે. આજે હું ભગવાન તથા મારા તમામે તમામ ચાહકોનો આભાર માનવા માગું છું. હું ભગવાનના સૌથી વધુ આશીર્વાદ મેળવારનાર બાળકમાંથી એક છું. તમામને આખું જીવન ખુશીઓ મળે તેવી શુભેચ્છા.
તો અન્ય પોસ્ટમાં નેહાએ લખ્યું કે, આ રીતની વાત કરવી, મારા વિશે ખરાબ વાતો કરવી, મને ગાળો આપવી.. જો આ બધું કરવાથી તમને સારું લાગતું હોય અને તમને એવું હોય કે તમે મારો દિવસ બગાડી શકો છો તો મને સાચે તમારા પ્રત્યે દિલગીરી છે, કારણ કે ખરાબ દિવસો આવવા માટે પણ હું ધન્ય છું. આ ભગવાનનું બાળક હંમેશાં ખુશ રહે છે, કારણ કે ભગવાન પોતે જ મને હંમેશાં ખુશ રાખે છે. જે લોકો મને ખુશ તથા સફળ જોઈને દુઃખી છે, તેમના પ્રત્યે મને દિલગીરી છે. બિચારા... મહેરબાની કરીને તમે કમેન્ટ કરો, હું ડિલિટ નહીં કરું, કારણ કે મને અને તમામને ખ્યાલ છે કે નેહા કક્કર શું છે.
નેહા કર્યુ રિમીક્સ
ફાલ્ગુની પાઠકનું 1999 માં આવેલું ‘મૈને પાયલ હૈ છનકાઈ’ ગીત બહુ જ પોપ્યુલર થયુ હતું. આ ગીત જોતજોતામાં લોકપ્રિય થયુ હતું. નેહા કક્કડે તેનુ નવુ વર્ઝન બનાવ્યું છે. જેને આ નવરાત્રિ પર લોન્ચ કરવામાં આવ્યું છે.
ફાલ્ગુની પાઠક કેમ ગુસ્સે ભરાયા
નેહા કક્કડનું નવુ ગીત ‘મૈને પાયલ હૈ છનકાઈ’ અનેક ચાહકોને પસંદ આવ્યુ નથી. જેથી ફાલ્ગુની પાઠકે નેહા કક્કડને આડે હાથ લીધા હતા. મને ત્રણ-ચાર દિવસ પહેલાં જ આ રીમિક્સ સોંગની જાણ થઈ હતી. મારું ફર્સ્ટ રિએક્શન એ હતું કે આ સારું નથી. મને બસ વોમિટ થવાની જ બાકી રહી ગઈ હતી.ઓરિજનલ વીડિયો તથા પિક્ચરાઇઝેશનનું સત્યાનાશ વાળી નાખ્યું છે. આજકાલ રીમિક્સ બને છે, પરંતુ તેને એક સહજતાથી બનાવવા જોઈએ. તમે યંગ જનરેશન સુધી પહોંચવા માંગો છો તો રિધમમાં ફેરફાર કરો, પરંતુ તેને સાવ ગંદું ના બનાવો. ઓરિજિનલ સોંગને બદલી ના નાખો. તે રીમિક્સ સોંગ સામે કાયદાકીય પગલાં લઈ શકે તેમ નથી, કારણ કે ગીતના રાઇટ્સ તેમની પાસે નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે