ઠાકોર માટે ઠાકોરનું બલિદાન કે કટ ટુ સાઇઝ? અલ્પેશ ઠાકોરનું 'ભાજપ' માટે કોકડું ગૂંચવાયું!!!

કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને તેની સાથે ધવલસિંહ ઝાલાના રાજકીય ભાવીને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. એક બાજુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધાનસભા સત્ર બાદ ભાજપમાં જોડાઇ શકે છે.

ઠાકોર માટે ઠાકોરનું બલિદાન કે કટ ટુ સાઇઝ? અલ્પેશ ઠાકોરનું 'ભાજપ' માટે કોકડું ગૂંચવાયું!!!

અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને તેની સાથે ધવલસિંહ ઝાલાના રાજકીય ભાવીને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. એક બાજુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધાનસભા સત્ર બાદ ભાજપમાં જોડાઇ શકે છે. તો બીજી બાજુ જો ભાજપ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પાર્ટીમાં જોડે તો તેમને મંત્રીપદ તો ઠીક પણ ફરીથી વિધાનસભાની ટિકીટ મળશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ છે.

લોકસભા ચૂંટણીથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોઇ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જ્યારે થોડા સમય પહેલા જ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જો કે, હવે તેઓ હવે ભાજપમાં જોડાઇ શકે છે એવી શક્યતાઓ પ્રબળ બની છે. પરંતુ જો લોકસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે જો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોત, તો શક્ય હોત તે ભાજપમાં જાડોયા બાદ પાટણ બેઠક પરથી ચૂંટણી લડી શક્યો હતો. પરંતુ અલ્પેશ ઠાકોરે તે દરમિયાન રાજીનામું ના આપતા ભાજપે માસ્ટરસ્ટ્રોક મારતા લોકસભા ચૂંટણી માટે પાટણ બેઠક પરથી ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ઉમેદવાર બનાવ્યા અને વિજય મેળવ્યો હતો.

(અલ્પેશ ઠાકોરની ફાઇલ તસવીર)

જો કે, ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની લોકસભામાં જીત પછી રાજ્યસભાની આ બંને ખાલી બેઠકો પર ફરી ચૂંટણી યોજાઇ હતી. તે દરમિયાન ભાજપે રાજ્યસભાના સાંસદ તરીકે મહેસાણા ઠાકોર સમાજના અગ્રણી જુગલજી ઠાકોરને ટિકિટ આપી અલ્પેશ ઠાકોરને મોટો ઝટકો આપ્યો છે. ભાજપમાં જોડાય એ પહેલા જ જાણે અલ્પેશ ઠાકોરનું રાજકારણ પુરૂ થવા તરફ આગળ વધી રહ્યું હોવાની સ્થિતિ સર્જાઇ છે. અલ્પેશ ઠાકોરે કેટલાક મતભેદોને લઇને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય એવી સંભાવનાઓ હતી પરંતુ ભાજપે જુગલ ઠાકોરને ટિકિટ આપી અલ્પેશ ઠાકોરને જાણે ધોળા દિવસે તારા બતાવ્યા છે.

(ડેપ્યુટી સીએમ સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ફાઇલ તસવીર)

રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણીમાં કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કરી જાણે ભાજપનો કેસરીયો પહેરવાનો આડકતરો ઇશારો કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મુદ્દે ગેરલાયક સાબિત થવાના ભય કે ભાજપમાં જવાની લાલસાએ અલ્પેશ ઠાકોરે મત આપ્યા બાદ તાત્કાલીક કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. જ્યારે અલ્પેશનો છેડો પકડી ચાલનારા ધવલસિંહ ઝાલાએ પણ રાજીનામું આપી દીધુ હતું. અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે અને ફરીથી વિધાનસભા ચૂંટણી લડશે એવી અટકળો તેજ બની રહી છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરથી અને ધવલસિંહ ઝાલાને બાયડથી ચૂંટણી લડવવામાં આવશે એવી રાજકીય ગતીવિધિઓ થઇ રહી હોવાનો પણ સૂત્રોનું માનવું છે. પરંતુ બીજી તરફ કોંગ્રેસ પણ લડત આપવાના મુડમાં છે.

(ધવલસિંહ ઝાલાની ફાઇલ તસવીર)

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસના મેન્ડેડ હોવા છતાં ક્રોસ વોટિંગ કર્યું હોવાથી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આગળ વધી રહી છે. જો ક્રોસ વોટિંગ પુરવાર થાય અને આ મામલે કાર્યવાહી થાય તો અલ્પેશ અને ધવલસિંહની રાજકીય કારકિર્દી સામે કેટલાક સમય માટે બ્રેક લાગી શકે છે અને પેટા ચૂંટણીમાં ફરી ધારાસભ્ય બનવાનું જોયેલું સપનું ચકનાચુર થઇ શકે છે. જો આમ થાય તો અલ્પેશ અને ધવલસિંહ બંને ભાજપમાં જોડાય તો પાર્ટી દ્વારા એમને નિગમ કે અન્ય બોર્ડમાં કોઇ મોટો હોદ્દો આપી શકે છે એવું પણ રાજકીય સૂત્રોનું માનવું છે. પરંતુ જો આમ ના થયા તો અલ્પેશ અને ધવલસિંહની રાજકીય કારકિર્દી સામે સવાલો ઉભા થઇ શકે છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news