ક્રોસ વોટિંગ News

કોંગ્રેસ ધારાસભ્યો આબુ જઈ રહ્યા હોવાના અહેવાલ, જુઓ ધારાસભ્યોએ શું કહ્યું
આગામી 5 જુલાઈના ગુજરાતની રાજયસભાની બે સીટોની ચૂંટણી છે જેને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે કોંગ્રેસ પક્ષે તમામ ધારાસભ્યોને એકજુટ કરીને કોઈ અજાણ સ્થળે લઈ જવાની કવાયત હાથ ધરી છે. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે.રાજસ્થાનમાં માઉન્ટ આબુ અથવા ઉદયપુર લઈ જવાની સંભાવના છે. ધારાસભ્યોને 5 જુલાઈના રોજ સીધા ચૂંટણી સ્થળે લઈ જવાશે. ધારાસભ્યોના આ કાફલામાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા નથી જોડાયા. તો વિક્રમ માડમ અને રાજેન્દ્ર ઠાકોર નહીં જોડાય. 2017ની રાજયસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સભ્યોને ક્રોસ વોટિંગના ડરે બેંગ્લોરમાં લઇ જવામાં આવ્યા હતા .
Jul 3,2019, 19:55 PM IST

Trending news