2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવેનો છે આ દાવો

કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ત્યારે સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. દુનિયાની જાણીતી ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર વર્ષ 2019 થી 2035 દરમ્યાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા રહેવાની શક્યતા છે.

2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવેનો છે આ દાવો

તેજશ મોદી/સુરત :કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ત્યારે સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. દુનિયાની જાણીતી ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર વર્ષ 2019 થી 2035 દરમ્યાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા રહેવાની શક્યતા છે. ઓક્સફોર્ડના સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન(જીડીપી), લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરતને દેશમાં સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોની યાદીમાં મોખરે સ્થાન આપવામાં આવ્યું છે. બીજા ક્રમે સરેરાશ 8.58 ટકાના ગ્રોથ રેટ સાથે આગ્રાને સ્થાન આપવામાં આવ્યું છે, તો ત્રીજા ક્રમે બેંગલુરુનો 8.50 ટકાનો ગ્રોથ રેટ અંદાજવામાં આવ્યો છે.

સુરત શહેર આમ તો ગુજરાત સહિત દેશ અને દુનિયામાં હીરા અને કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે. જોકે એક સમય એવો પણ હતો કે, સુરત શહેરના કિનારે 84 દેશોના જહાજોના વાવટા ફરકતા હતાં. વેપાર કરવા માટે દુનિયાભરના લોકો સુરત આવી દેશના અન્ય રાજ્યોમાં વેપાર અર્થે જતા હતાં. સુરત દેશનું પહેલું શહેર હતું, જ્યાં અંગ્રેજોએ પણ વેપાર માટે પોતાની પહેલી કોઠી સ્થાપી હતી. તે જ સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ દ્વારા એક સર્વે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી બે દાયકામાં ભારતના શહેરો સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર શહેરોના નામોની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતના બે શહેર સુરત અને રાજકોટનો સમાવેશ ટોપ-10માં થાય છે. સુરત તો ટોચ પર છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર સુરતનો વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાતનું જ અન્ય શહેર રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે
સાતમા ક્રમે છે. અન્ય શહેરોમાં આગ્રા, બેંગ્લુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુર વગેરેનો સમાવેશ થાય છે. 

— World Economic Forum (@wef) May 21, 2019

મહત્વનું એ છે કે, સિલ્ક અને ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતને વર્ષ 2017માં અર્નેસ્ટ એન્ડ યંગના એક રિપોર્ટ મુજબ સૌથી ઝડપથી વિકસિત થતાં મેટ્રો સિટીઝની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ ગ્લોબલ સિટીઝનું રિસર્ચ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ ઇકોનોમિક ગ્રોથ રેટ ધરાવતાં ટોપ-10 શહેરોની યાદીમાં સુરતને નં.-1નું સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2019થી 2035 દરમિયાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા જ્યારે બીજા ક્રમે સરેરાશ 8.58 ટકાના ગ્રોથ રેટ સાથે આગ્રાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ ત્રીજા ક્રમે બેંગલુરુનો 8.50 ટકાનો ગ્રોથ રેટ અંદાજવામાં આવ્યો છે. ઓક્સફોર્ડના સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન(જીડીપી), લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરતને દેશમાં સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોની યાદીમાં મોખરે સ્થાન આપવામાં આવ્યું છે.

સુરતમાં ઇમર્જિંગ માર્કેટ તથા લેબર-મૂડીરોકાણને આકર્ષવાની ક્ષમતા દેશના વિવિધ શહેરો કરતાં સૌથી વધુ હોવાનું મત વ્યક્ત કરાયો છે. આ વિશે સુરતના કમિશનર એમ. થેન્નારસન કહે છે કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સરવેને જો સુરતના ટેક્સ કલેક્શન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે દૂઝણી ગાય સાબિત થશે. વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઇન ડાયરેકટ ટેક્સ કલેક્શન 5 લાખ કરોડથી વધુ થઈ જશે. વર્ષ 2018-19માં આઇટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેક્શન 23 હજાર કરોડ હતું. જે 2019-20માં ટેક્સ કલેક્શન 35 હાજર કરોડને પાર થવાની શક્યતા છે. ત્રણેય ડિપાર્ટમેન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલાનું માનીએ તો, આજની તારીખથી વર્ષ 2035 સુધી 20 ટકાના દરે ટેક્સ કલેક્શન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતુ રહે તો સુરતથી ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ફિગર 4 લાખ કરોડથી વધુ જશે. હાલ દર વર્ષે 20 ટકાના દરે જ ટાર્ગેટમાં વધારો આવતો હોય છે. કાપડની સાથે હાલમાં સુરતમાં સુરત ડાયમંડ બુર્સ બની રહ્યું છે, જે સુરતનો આર્થિક ગ્રોથ ડબલ કરી શકે છે. 

જેમ્સ  એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાનું કહેવું છે કે, સુરતને નંબર વન બનાવવાનો ખરેખર શ્રેય મૂળ સુરતીઓને જાય છે, કારણ કે બહારથી આવેલો લોકોને તેમને રોજગાર આપી આવકાર્ય અને સારી રીતે રાખ્યા હતાં. સુરત ડાયમંડ સિટી છે, અહીં દુનિયાના તમામ ડાયમંડ કટિંગ પોલિસીંગ માટે આવે છે, અને હવે ડાયમંડ બુર્સના નિર્માણ થયા બાદ 134 દેશોના બાયર્સ સીધા સુરતમાંથી ડાયમંડની ખરીદી કરશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 1.58 હજાર કરોડ છે. ઉત્પાદનમાં આપણે 1000 ટકાનો ગ્રોથ જ્યારે એક્સપોર્ટમાં પણ આપણે સારો ગ્રોથ અચીવ દર વર્ષે કરી દઇએ છીએ.

રિજીયોનલ ચેરમેન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, સુરતનો 9.17 ટકા આર્થિક ગ્રોથ સતત જળવાઈ રહે તે માટે સરકાર અને સ્થાનિક તંત્ર હીરા અને કાપડ ઉદ્યોગ સહિતના અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપે તે જરૂરી છે. કારણ કે લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરત સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોની યાદીમાં સામેલ થયું છે. જો સરકારને ઉદ્યોગો પ્રત્યે ઉદાસીન વલણ દાખવશે તો તેની સીધી અસર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના મુદ્દાઓ પર થશે અને આર્થિક સ્થિતિ નબળી બનશે અને તેનેજ કારણે ગ્રોથ રેટ અટકી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news