અમદાવાદની એક એવી કંપની જ્યાં તમાકુ, ગુટખાના વ્યસનીને નોકરી અપાતી નથી
અમદાવાદથી 40 કિમી દૂર પ્રાણીઓ માટેની રસી બનાવતી કંપનીમાં 500થી વધુ કર્મચારી કામ કરે છે અને એક પણ કર્મચારી કોઈ પણ જાતનું વ્યસન ધરાવતો નથી, જે અગાઉ વ્યસન ધરાવતા હતા, તેમણે પણ કંપનીમાં જોડાયા બાદ વ્યસન છોડી દીધું છે અને આજે તેઓ અત્યંત તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે
Trending Photos
કેતન જોષી/ અમદાવાદઃ આજે સમાજના દરેક વર્ગમાં તમાકુના વ્યસયનની બિમારી એટલી વધુ ફેલાઈ ગઈ છે કે, દુનિયામાં સૌથી યુવાન દેશ હોવા છતાં પણ ભારતનો દરેક યુવાન વ્યસનની ચુંગાલમાં ફસાયેલો છે. એટલું જ નહીં કુમળી વયના બાળકો અને વૃદ્ધો પણ તેમાંથી બાકાત નથી. જોકે, અમદાવાદની એક કંપનીએ એવો નિર્ણય લીધો છે કે, જો કોઈ કંપનીમાં નોકરી કરવા માગે છે તો તેને ગુટખા, ખૈની, સિગારેટ સહિત એક પણ વ્યસન ન હોવું જોઈએ. "જો તમે નોકરીમાં જોડાવા માગો છો, તો વ્યસન છોડી દો".
આ કંપની અમદાવાદમાં જ આવેલી છે અને શેરબજારમાં લિસ્ટેડ છે. તેનું નામ છે 'હેસ્ટર બાયોસાયન્સ'. આ કંપની પ્રાણીઓ માટેની રસી બનાવે છે અને દેશ-દુનિયામાં નિકાસ કરે છે. જો તમારે અમદાવાદથી 40 કિમી દૂર આવેલી આ કંપનીમાં નોકરી મેળવવી હોય તો કંપનીનો પ્રથમ સવાલ એ હોય છે કે, તમને કોઈ વ્યસન છે કે નહીં? જો તમે નોકરી માટે લાયકાત ધરાવો છો, પરંતુ વ્યસન કરો છો તો આ કંપનીમાં નોકરી મેળવી શકશો નહીં.
હેસ્ટર બાયોસાયન્સ કંપનીના એમડી અને સીઈઓ રાજીવ ગાંધીએ જણાવ્યું કે, "અમે અમારી કંપનીમાં એક નિયમ બનાવ્યો છે અને તેનું ચુસ્તપણે પાલન કરે છે. અમારી કંપની તમાકુ મુક્ત કંપની છે."
આ કંપનીમાં 400થી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. જો તેના વડા મથકને પણ સામેલ કરવામાં આવે તો કુલ 500 કર્મચારી થઈ જશે. જોકે, આ કંપનીનો એક પણ કર્મચારી માવા, કૈની, ગુટખાનું વ્યસન કરતો નથી. કંપનીના આ નિર્ણય પર આખું ગુજરાત ગર્વ કરી શકે છે.
એવું નથી કે બધા જ કર્મચારી જે આ કંપનીમાં જોડાતા પહેલા ગુટખા કે તમાકુનું કોઈ વ્યસન કરતા ન હતા. કંપનીમાં જોડાયા બાદ તેમના જીવન પર સકારાત્મક અસર પડી અને તેમણે વ્યસનનો ત્યાગ કર્યો છે.
કંપનીના કર્મચારી ભરત રાવલે જણાવ્યું કે, ખૈની ન ખાવાથી મારા પૈસાની બચત થાય છે અને બાળકો પર પણ તેની સકારાત્મક અસર પડી છે.
એક અન્ય પ્રતાપ નામના કર્મચારીએ જણાવ્યું કે, મારા આરોગ્યમાં સુધારા માટે મેં ગુટખા ખાવાનું છોડી દુધું છે. અન્ય કર્મચારી રાજેશે જણાવ્યું કે, સમાજમાં લોકો હવે મને સન્માનપૂર્વક જૂઓ છે અને સાથે જ મારા પૈસા પણ બચી જાય છે.
જો અમદાવાદની એક કંપની માત્ર એક નિયમ લાગુ કરીને લોકો પાસેથી વ્યસન છોડાવી શકે છે તો વિચારો કે, સમગ્ર દેશમાં આ અભિયાન શરૂ થઈ જાય તો ભારત દેશને સ્વસ્થ થતાં કોઈ રોકી શકે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે