CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ: 2 લાખનાં ઇનામી કમાન્ડર સહીત 5 ઠાર

સીઆરપીએફનાં અનુસાર ઘટના સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટુંકમાં જ બીજી મોટી સફળતા પણ મળી શકે છે

CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ: 2 લાખનાં ઇનામી કમાન્ડર સહીત 5 ઠાર

નવી દિલ્હી : ઝારખંડના બંદગાંવ વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 5 નક્સલવાદીઓ ઠાર મરાયા છે. ઠાર મરાયેલા નક્સલવાદીઓમાં 2 લાખ રૂપિયાનું ઇનામ હોય તેવા એરિયા કમાન્ડર પ્રભુ સહાયનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત સુરક્ષાદળોએ ઘટના સ્થળેથી ઘાયલ અવસ્થામાં 2 નક્સલવાદીઓની ધરપકડ કરી છે. મરાયેલા નક્સલવાદીઓનાં કબ્જાથી સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં હથિયાર અને દારુગોળો પણ જપ્ત કર્યો છે. 

CRPF 1

સીઆરપીએફનાં વરિષ્ઠ અધિકારીના અનુસાર જપ્ત કરવામાં આવેલા હથિયાર અને દારુગોળામાં 2 એકે-47 રાઇફલ, 303 બોરની 2 રાઇફલ, એક પિસ્ટલ, 3 દેશી કટ્ટા, એકે 47 રાઇફલની 2 મેગેઝીન, કાર્બાઇનની એક મેગેઝીન, 264 કારતુસ, 8 પીઠ્ઠુ બેગ અને મોટા પ્રમાણમાં વિસ્ફોટકનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં રહેલ અન્ય નક્સલવાદીઓની શોધમાં સીઆરપીએફ અને સ્થાનિક પોલીસનું સંયુક્ત અભિયાન હજી પણ ચાલી રહ્યું છે. 

CRPF 2
36 હજાર કરોડનાં ખર્ચે વિશ્વનો સૌથી લાંબો ગંગા એક્સપ્રેસ વે બનાવાશે: યોગી
ગુપ્ત માહિતીનાં આધારે CRPFની કાર્યવાહી
સીઆરપીએફનાં વરિષ્ઠ અધિકારીઓનાં અનુસાર ઝારખંડમાં રહેલા સીઆરપીએફનાં 209 કોબ્રા બટાલિયનને ગુપ્ત માહિતી મળી હતી કે મોટા પ્રમાણમાં નક્સલીઓ બંદગાવ વિસ્તારમાં છે. માહિતી મળતા જ સીઆરપીએફએ તત્કાલ કાર્યવાહીનો નિર્ણય કરતા સ્થાનીક પોલીસને આ અંગે માહિતી આપી હતી. નક્સલવાદીઓ પર કાર્યવાહી કરવાનાં ઇરાદાથી સીઆરપીએફ ખુંટ જિલ્લાનાં અડકી પોલીસ સ્ટેશન અને પશ્ચિમી સિંહભુમિના બંદગામ પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસ અને સેનાના જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news