જ્યોર્જ ફર્નાન્ડીઝે કટોકટીમાં ઇન્દિરાના નાકમાં કર્યુ હતું દમ, દેશમાં ફરતા હતા વેશ બદલીને

જ્યોર્જ ફર્નાન્ડીઝ (George fernandes)ના નિધનની સાથે જ ભારતીય રાજનીતિએ એક મહાન સમાજવાદી નેતા ગુમાવ્યા છે. પોતાના રાજકીય જીવનમાં મોટાભાગે વિરોધ-પ્રદર્શન અને જનતાની લડાઇ લડતા આ નેતા સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ છે.

જ્યોર્જ ફર્નાન્ડીઝે કટોકટીમાં ઇન્દિરાના નાકમાં કર્યુ હતું દમ, દેશમાં ફરતા હતા વેશ બદલીને

નવી દિલ્હી: જ્યોર્જ ફર્નાન્ડીઝ (George fernandes)ના નિધનની સાથે જ ભારતીય રાજનીતિએ એક મહાન સમાજવાદી નેતા ગુમાવ્યા છે. પોતાના રાજકીય જીવનમાં મોટાભાગે વિરોધ-પ્રદર્શન અને જનતાની લડાઇ લડતા આ નેતા સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ છે. ખાસ કરીને કટોકટી દરમિયાન જે રીતે ઇન્દિરા ગાંધીની સરકાર સામે અવાજ ઉઠાવ્યો તે ઐતિહાસિક છે. જ્યોર્જ ઘણા મિલનસાર અને જનતાની વચ્ચે રહી કામ કરતા નેતા હતા. તેઓ દેશના જે પણ ભાગમાં ગયા ત્યાનાં લોકોએ તેમને પોતાના બનાવી લીધા હતા.

જ્યોર્જ ફર્નાન્ડીઝના નિધનના સમાચાર સાંભળીને લોકો તેમની સાથે જોડાયેલા સંસ્મરણને યાદ કરી રહ્યાં છે. ZEE ડિઝિટલ સાથે વાતચીતમાં જ્યોર્જના મિત્ર અને વરિષ્ઠ પત્રકાર સુરેન્દ્ર કિશોરે કટોકટીના દિવસોની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યોર્જના વ્યક્તિત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સુરેન્દ્ર કિશોરે જણાવ્યું કે 1975થી 1977 સુધી દેશમાં કટોકટી હતી. તે દરમિયાન દેશમાં કેટલાક લોકો જીવ હાથમાં લઇને રાજકીય ગતિવિધિઓમાં સામેલ હતા. તેમાંથી એક હતા જ્યોર્જ ફર્નાન્ડીઝ.

તમણે જણાવ્યું કે ઇન્દિરા ગાંધીની તાનાશાહી સરકારે તેમના દરેક વિરોધી નેતાઓને કોઇના કોઇ કેસમાં આરોપી ઠહેરાવી જેલમાં મોકલી દીધા હતા. આ ચેઇનમાં જ્યોર્જ ફર્નાન્ડીઝના બરોડા ડાયનામાઇટ કેસમાં આરોપી ઠહેરાવવામાં આવ્યા હતા. જ્યોર્જ પર આરોપ હતો કે તેમણે ડાયનામાઇટ ભેગા કરી સરકારી સંસ્થાને નુકસાન પહોંચાડ્યું હતું. સુરેન્દ્ર કિશોરે જણાવ્યું કે આ મામલે તેમની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. પરંતુ તેઓ અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. આ મામલે લભગભ 25 લોકોની ધરપકડ કરી દિલ્હીથી તિહાડ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યોર્જ પોલીસના હાથ આવી રહ્યા નહતા. તિહાડમાં કેદ દરેક આરોપીઓ પર અલગ અલગ પ્રકારે ત્રાસ ગુજરાવામાં આવતો હતો.

જ્યોર્જ ફર્નાન્ડીઝ વેશ બદલીને દેશભરમાં ફરતા રહ્યાં અને ઇન્દિરા ગાંધીની સરકાર સામે ચળવડ ચલાવતા રહ્યા હતા. પોલીસથી બચવા માટે જ્યોર્જ ક્યારે પંજાબી વેશ ધારણ કરી લેતા તો ક્યારેક ગ્રામીણ બની જતા હતા. આ ચેઇનમાં તેઓ પટના પણ આવ્યા હતા. ત્યાં તેઓ લગભગ 7 દિવસ રોકાયા હતા. ત્યાં તેમણે કટોકટીનો વિરોધ કરનાર લોકો સાથે બેઠક કરી હતી. જોકે જ્યોર્જની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે સાંકડથી બાંધીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સાંકડમાં બાંધેલા જ્યોર્જની તસવીર કટોકટીને વર્ણવે છે.

જ્યારે જ્યોર્જ ફર્નાન્ડીઝને બરોડા ડાયનામાઇટ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. ત્યારે જેએનયૂના લગભગ ડર્ઝન વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા હતા. જેલનો દરવોજો તોડી દો, જ્યોર્જ ફર્નાન્ડીઝને છોડી દો, કટોકટી સમાપ્ત થયા બાદ દેશમાં પ્રથમ વખત મોરારજી દેશાઇના નેતૃત્વમાં પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર બની હતી. ત્યાર બરોડા ડાયનામાઇટ કેસમાં આરોપી બનેલા દરેક લોકોને છોડી જેવામાં આવ્યા હતા. કટોકટી સમાપ્ત થયા બાદ જયપ્રકાશ નારાયણના આદેશ પર જ્યોર્જ ફર્નાન્ડીઝ બિહારના મુઝફ્ફરપુરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news