ISSF World Cup: સૌરભ ચૌધરી અને મનુ ભાકરે મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ

કર્ણી સિંહ રેન્જ પર 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ સ્પર્ધામાં મનુ ભાકરની સાથે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. 

 ISSF World Cup: સૌરભ ચૌધરી અને મનુ ભાકરે મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ

નવી દિલ્હીઃ ભારતના સૌરભ ચૌધરી અન મનુ ભાકેરની જોડીએ આઈએસએસએફ વર્લ્ડ કપની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. આ સાથે હાલમાં ચાલી રહેલા શૂટિંગ વિશ્વકપમાં ભારતના ખાતામાં ત્રીજો ગોલ્ડ મેડલ રહ્યો. પ્રથમવખત વિશ્વકપમાં ઉતરેલા સૌરભે બીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતે સ્પર્ધાનું સમાપન હંગરીની સાથે સંયુક્ત રૂપથી (3 ગોલ્ડ મેડલ)થી ટોપ પર રહીને કર્યું છે. 

કર્ણી સિંહ રેન્જ પર આ પહેલા રવિવારે 16 વર્ષના મેરઠી શૂટર સૌરભે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગોલ્ડ પર કબજો કર્યો હતો. ખાસ વાત રહી કે સૌરભે ટોક્યો ઓલમ્પિકની ત્રીજી ટિકિટ નક્કી કરી હતી. અપૂર્વી ચંદેલાએ પણ આ વિશ્વકપમાં 10 મીટર એર પિસ્કોલ સ્પર્ધામાં વિશ્વ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ચંદેલા અને અંજુમ મૌદગિલે ગત વર્ષે કોરિયામાં આઈએસએસએફ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ બે ઓલમ્પિક ટિકિટ અપાવી હતી. 

બુધવારે સૌરભ અને મનુની જોડી ક્વોલિફિકેશનમાં વર્લ્ડ રેકોર્ડના બરોબર સ્કોર (778)ની સાથે ટોપ પર રહી હતી. ફાઇનલમાં 483.4 પોઈન્ટની સાથે સૌરભ અને મનુ ટોપ પર રહ્યાં અને ગોલ્ડ પર કબજો કર્યો હતો. ચીનીવિરોધી 477.7 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે કોરિયન જોડી (418.8 પોઈન્ટ)ની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

રાષ્ટ્રમંડળ ખેલ અને યુવા ઓલમ્પિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા મનુ માટે આ મોટી સફળતા રહી, કારણ કે તે 10 મીટર એર પિસ્તોલ ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શકી હતી. આ સાથે 17 વર્ષની મનુને 25 મીટર પિસ્તોલ ફાઇનલમાં પણ નિરાશા હાથ લાહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news