શરમ કરો! પ્રેમિકા સાથે જલસા કરવા પતિ ઘરમાંથી 5 લાખ લઈ ફરાર, ઈન્સ્ટાગ્રામના વીડિયોએ ફોડ્યો હતો ભાંડો
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી પરીણિતાના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. તેની હાલમાં 6 વર્ષની દીકરી છે. તેના ઘરમાં 20મી ડિસેમ્બરે તેની નણંદના લગ્ન હતાં. આ પ્રસંગમાં તેના પતિના મિત્રો આવ્યાં હતાં. આ પૈકી એક મિત્ર મુકેશ શાહ અને તેની બહેન હર્ષિતા તિવારી તરીકેની ઓળખાણ આપી હતી.
Trending Photos
અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ અને પતિની પ્રેમિકા વિરૂદ્વ છેતરપિંડી અને ઘરમાંથી પાંચ લાખની રોકડ અને દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધાવી છે. પતિ પત્ની અને વો ના કિસ્સાઓ ક્યારેક સોશિયલ મીડિયા ગજવતા હોય છે. આવો જ એક કેસ હાલમાં પોલીસ ચોપડે નોંધાયો છે.
જેમાં પતિ પોતાની પ્રેમિકા સાથે ભાગવા માટે ઘરમાંથી પાંચ લાખ રોકડા અને બે સોનાની બંગડીઓની ચોરી કરીને ભાગી ગયો હોવાની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાત મહિના પહેલા ઘરમાં સામાજીક પ્રસંગમાં પતિએ મહિલાને મિત્રની બહેન તરીકે લાવીને પરિચય કરાવ્યો હતો. જો કે સોશિયલ મિડીયાની સાઇટ અને મોબાઇલમાં બંનેના ફોટો મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી પરીણિતાના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. તેની હાલમાં 6 વર્ષની દીકરી છે. તેના ઘરમાં 20મી ડિસેમ્બરે તેની નણંદના લગ્ન હતાં. આ પ્રસંગમાં તેના પતિના મિત્રો આવ્યાં હતાં. આ પૈકી એક મિત્ર મુકેશ શાહ અને તેની બહેન હર્ષિતા તિવારી તરીકેની ઓળખાણ આપી હતી. જેઓ વચ્ચે પ્રેમપ્રકરણ હોવાનો ભાંડો ફૂટતા સમાધાનના નામે પતિએ માફી માંગ્યા બાદ પણ દગો કરીને ઘરમાંથી પાંચ લાખની રોકડ અને દાગીના લઇને પ્રેમિકા સાથે નાસી ગયો હતો.
છેવટે મહિલાએ ન્યાય માટે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. સોલામાં રહેતી માનસી પટેલે (નામ બદલેલ છે) સોલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગત એવી છે કે તેના લગ્ન નવેમ્બર ૨૦૧૫માં સ્મિત પટેલ સાથે થયા હતા અને હાલ સંતાનમાં તેમની પુત્રી છે.
માનસી પટેલ તેમના સાસરિયા સાથે રહે છે. કોટેશ્વર રોડ પર આવેલા સન રેસીડેન્સીમાં રહેતા મુકેશભાઇ, તેમના પત્ની અને મુકેશભાઇની બહેન હર્ષિતા તિવારી પણ આવ્યા હતા. જો કે પ્રેરણા મુકેશભાઇને પ્રથમવાર મળી હતી અને હર્ષિતાની અટક તિવારી હોવાથી તેને શંકા પણ ગઇ હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થતા પ્રેરણાએ સ્મિતના મોબાઇલ ફોનમાં ઇનસ્ટાગ્રામમાં તપાસ કરતા હર્ષિતા અને સ્મિત સાથે કારમાં હોય તેવી રીલ મળી આવી હતી. જેથી તેને પુછતા માત્ર મિત્ર હોવાનું જણાવ્યું હતું.
બીજા મહિને સ્મિત માઉન્ટ આબુ ફરવા માટે ગયો હતો અને પરત આવ્યો ત્યારે તે ચિંતિત હતો. જેથી પ્રેરણાએ પુછતા તેણે જણાવ્યું હતું કે હર્ષિતા પરાણે સબંધ રાખવા માટે દબાણ કરે છે અને જો સંબધ નહી રાખુ તો તે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેશે અને ફસાવી દેશે. જો કે તેણે પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી.
આ દરમિયાન ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી પાંચ લાખની રોકડ અને દાગીના હતા. જે ગત ૧૩મી ડિસેમ્બરના રોજ ચોરી કરીને સ્મિત ઘરેથી નાસી ગયો હતો. જે બાદ તેની કોઇ ભાળ ન મળતા પ્રેરણાએ સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આમ યુવકે પ્રેમપ્રકરણમાં પોતાની પત્નીના પણ દાગીના વેંચી માર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે