મહિલાની કાળી કરતૂત CCTVમાં કેદ થઈ! સુરત રેલવે પોલીસે ચાર વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં બચાવી

સુરતના અંકલેશ્વર ખાતે રહેતો યુવાન મજૂરી કામ કરી પોતાના પરિવારજનનું ગુજરાન ચલાવે છે તેને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે આ યુવાન મૂળ એમપી નો રહેવાસી છે. પોતાની દીકરીને એમપીથી લઈને તે અંકલેશ્વર ટ્રેન મારફતે આવી રહ્યો હતો.

મહિલાની કાળી કરતૂત CCTVમાં કેદ થઈ! સુરત રેલવે પોલીસે ચાર વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં બચાવી

ચેતન પટેલ/સુરત: સુરત રેલવે સ્ટેશન ઉપર પોતાના પિતા સાથે ઊભેલી ચાર વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવમાં રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણ કરનાર મહિલા અને તેની સાથે રહેલા યુવાનની ધરપકડ કરી હતી. જો કે આ દીકરીનું શા માટે અપહરણ કર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. 

સુરતના અંકલેશ્વર ખાતે રહેતો યુવાન મજૂરી કામ કરી પોતાના પરિવારજનનું ગુજરાન ચલાવે છે તેને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે આ યુવાન મૂળ એમપી નો રહેવાસી છે. પોતાની દીકરીને એમપીથી લઈને તે અંકલેશ્વર ટ્રેન મારફતે આવી રહ્યો હતો. જોકે ટ્રેનમાં ઊંઘી જતા તે સુરત રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો. સુરત રેલ્વે સ્ટેશન ઉતાર્યા બાદ સવારે ટ્રેન મારફતે ફરી તે અંકલેશ્વર જવાનો હતો. જેથી તે પ્લેટફોર્મ ઉપર બેસી રહ્યો હતો. દરમિયાન અજાણી મહિલા દ્વારા આ ચાર વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. 

બાદમાં બાળકીના પિતા દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો બાદમાં આ સમગ્ર મામલે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. રેલ્વે પોલીસે તાત્કાલિક ધોરણે અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધખોળ હાથ ધરી હતી એ દરમિયાન રેલ્વે પોલીસના હાથે સીસીટીવી ફૂટેજ લાગ્યા હતા. આ ફૂટેજમાં મહિલા આ બાળકીને લઈ જતા નજરે પડી હતી. જેથી પોલીસની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી તે દરમિયાન રેલ્વે પોલીસે ટેકનીકલ મદદ લઈ આ બાળકીના અપહરણ કરતા સુધી પહોંચ્યા હતા. 

રેલવે પોલીસની ટીમ કડોદરા ખાતે પહોંચી ગઈ હતી અને જ્યાં અપહરણ કરતા યોગેશ ચૌહાણ ને અને તેની સાથેની મહિલા ને ઝડપી પાડવામાં આવી હતી.સાથો સાથ પોલીસે બાળકીને અપહરણ કરતા ઓના ચુનાલમાંથી છોડાવી હતી. પોલીસ પૂછપરછ માં મૂળ યોગેશ બારડોલી નો રહેવાસી છે તથા રીક્ષા ચલાવી પોતાના પરિવારજનનું ગુજરાન ચલાવતો હતો.

બીજી તરફ આ મહિલા રખડતું જીવન જીવે છે આ અપહરણ દેહ વિક્રિય માટે અથવા તો બાળકીને વેચવાનો મસ મોટું કૌભાંડ હોય તેવી શંકા ઉપજાવી રહી છે જોકે આ સમગ્ર મામલે રેલવે પોલીસે બાળકીનો અપહરણ શા માટે કર્યું તે મીડિયા સમક્ષ જણાવ્યું ન હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news